Jaipur,તા.25
રાજસ્થાનમાં આજે એક સરકારી શાળાની ઈમારત ઓચિંતી તૂટી પડતા ઓછામાં ઓછા ચાર બાળકોના મૃત્યુ થયા છે અને શિક્ષકો સહિત અનેક ઘાયલ થયેલ છે. આ દુર્ઘટના રાજયના ઝાલાવાડ જિલ્લાના મનોહરથાના વિસ્તારની પીપલોદી પ્રાથમિક શાળામાં બની હતી.
જેમાં એક શાળા ખંડમાં 25થી વધુ વિદ્યાર્થીઓ મૌજુદ હતા અને પ્રાર્થના ચાલી રહી છે કે અચાનક જ શાળાની છત ધડાંગ કરતા તૂટી પડી હતી. જેમાં કાટમાળમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દબાણા હતા ગ્રામીણજનોએ તૂર્ત જ તૂટી પડેલી છતનો કાટમાળ દૂર કરીને વિદ્યાર્થીઓને બચાવવા પ્રયત્ન કર્યો હતો.
જેમાં ચાર વિદ્યાર્થીઓના મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું અને 15થી વધુ ઘાયલ છે. જેમાં 8ની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે. શાળામાં આ સમયે કુલ 60 બાળકો હતો પરંતુ તેઓમાં અનેક પ્રાર્થનામાં આવી રહ્યા હોવાથી બચાવ થયો હતો.
અહીં કેટલાક દિવસોથી સતત વરસાદના કારણે ઈમારત નબળી પડી ગઈ હોય તેવું માનવામાં આવે છે. સુત્રોના જણાવ્યા મુજબ હજુ અનેક બાળકો કાટમાળમાં દબાયા છે તેને બચાવવા માટે કામગીરી ચાલુ છે.