Morbi,તા.02
મોરબી તાલુકામાં બે તેમજ ટંકારા અને વાંકાનેર સહીત આપઘાત અને અપમૃત્યુના ચાર બનાવો નોંધાયા છે પોલીસે તમામ બનાવો મામલે નોંધ કરી તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં મૂળ બિહારના વતની અને હાલ મોરબીના રાજપર નજીક વિઝન પ્લાસ્ટિક કારખાનામાં કામ કરતા રમેશરામ મોશાફિરરામ (ઉ.વ.૪૦) વાળા શ્રમિક ગત તા. ૩૦ ના રોજ મજુરી કામ કરતા હતા અને મશીન ચેન કપાથી બોલેરો પીકઅપમાં ભરતા હતા ત્યારે ચેન કપાનું સ્ટ્રકચર તૂટી જતા સ્ટ્રકચરનો પાઈપ રમેશરામને માથામાં લાગતા ગંભીર ઈજા પહોંચતા મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો જ્યાં સારવારમાં મોત થયું હતું એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બીજા બનાવમાં મોરબીના ફાટસર ગામના રહેવાસી રમેશભાઈ પેથાભાઈ પરમાર (ઉ.વ.૫૫) નામના આધેડ ગત તા. ૦૧ ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી હતી પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક રમેશભાઈ સાત આઠ વર્ષથી મગજની બીમારીથી પીડાતા હતા તેમજ ક્યારેક આચકી આવતી હતી જેની દવા ચાલુ હતી અને બીમારીથી કંટાળી પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું ખુલ્યું છે
ત્રીજા બનાવમાં વાંકાનેરના કાશીપર ગામના રહેવાસી મુન્નાભાઈ લખમણભાઈ માલકીયા (ઉ.વ.૪૪) વાળાએ કાશીપર ગામની સીમમાં વાડીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મરણ ગયેલ જાહેર કર્યા હતા વાંકાનેર તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે ચોથા બનાવમાં ટંકારાના વાછ્કપર ગામના રહેવાસી રમેશભાઈ જેસાભાઈ પરમાર (ઉ.વ.૪૬) નામના આધેડ ગત તા. ૧ ના રોજ ગામની સીમમાં પોતાની વાડીએ હતા ત્યારે કોઈ કારણોસર બેભાન થઇ જતા સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મરણ ગયેલ જાહેર કર્યા હતા ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે