Jamnagar તા.28
જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાંથી પોલીસે જુગાર રમતાં ચાર પંટરોને પકડી પાડ્યાં હતાં. પોલસે તમામ શખ્સોના કબ્જામાંથી 2150 ની રોકડ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર સિટી બી ડિવિઝન પોલીસે શહેરના ગુલાબનગર રાજપાર્ક સ્ટાર લાઈટ પાર્ટી પ્લોટ પાછળ ગોળ કુંડાળું વળી જાહેરમાં જુગાર રમી રહેલાં દેવભાઈ મોહનભાઈ ગવડી (ઉ.વ 26, રહે.નવાગામ ઘેડ કૃપા મેડીકલ વાળી ગલીમા જામનગર), પકંજ ભુપતભાઈ ગાંજેસરા (ઉ.વ.23, રહે.નવાગામ ઘેડ કેસુભાઈની હોટલ બાજુમાં જામનગર), નકુલ મણીલાલ વાઘેલા (ઉ.વ.18, રહે.કરશનભાઇનો ચોક વાઘેરવાડાની બાજુમાં જામનગર), માનવ જતીનભાઈ મોડ (ઉ.વ.22, રહે. ઈંદીરા સોસા.ચાંમુડા પાનાની સામે જામનગર) નામના ચાર શખ્સોને રૂા.2150 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. પોલીસે તમામ શખ્સોની સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.