Dahod,તા.૭
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ભૂત પગલા ગામના પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં ભૂત પગલા ગામે ઘાસ ભરેલી બોલેરો પીકઅપ પલટી ખાઈ ગઈ હતી.જેમાં ભૂત પગલા ગામની સીમમાં આવેલા ખેતરમાં ઘાસ લેવા ગયેલા પરિવારને અકસ્માત નડ્યો હતો.
જેને કારણે ઘાસ ભરેલી પિકપ બોલેરો રોડની બાજુમાં આવેલ પાણી ભરેલા ખાડામાં પલ્ટી ખાઈ ગઈ હતી. આ ગાડીમાં ચાલક સાથે કુલ ૧૧ જેટલા પરિવારજનો સવાર હતા. જેમાં બોલેરો પીકપ પલટી ખાતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યા હતા. આ બનાવને પગલે આ વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. આ અકસ્માતમાં સમરતબેન બારીયા, સુમિત્રાબેન બારીયા, રાધાબેન રાઠવા અને ગજેન્દ્ર રાઠવાના મોત નીપજ્યા હતા.
અકસ્માતમાં ઇજાગ્રસ્ત અન્ય ૭ લોકો સારવાર હેઠળ છે. આ ગમખ્વાર અકસ્માતમાં પરિવારના ૪ સભ્યોના મોતથી ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.