હની ટેપ માં ફસાવી દુષ્કર્મના ગુનામાં ફિટ કરતાં પાટીદાર યુવાને ગળાફાંસો ખાય જીવન ટૂંકાવી લીધું
સુસાઇડ નોટ ના આધારે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદિપસિંહ અને યુવતી અને સગીરા સહિત ચાર સામે મરવા મજબૂર કરવાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો
Gondal,તા.08
ગોંડલના રીબડા ગામના અમિત ખુટ આપઘાત પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે જેમાં રાજકોટ અને ગોંડલના બે વકીલ અને યુવતી અને સગીર સહિત ચારની અટકાયત કરવામાં આવી છે. પાટીદાર યુવાનને હનીટેપમાં ફસાવી દુષ્કર્મના ગુનામાં ફિટ કરાતા હસો ખાય જીવન ટૂંકાવી લેવાના બનાવમાં દુષ્કર્મના ગુનાની પીડીતા ની પૂછપરછમા નવો ઘટસ્ફોટ થયો છે. વધુ વિગત મુજબ મૂળ સાવરકુંડલા પંથકની વતની અને હાલ રાજકોટમાં રહી મોડેલિંગ કરતી ૧૭ વર્ષની સગીરા ઇન્સ્ટાગ્રામ મારફત પરિચયમાં આવેલા રીબડાના અમિત ખુટ નામના યુવકે યાજ્ઞિક રોડ પર મળવા બોલાવી હતી. બાદમાં જ્યુસ પીવડાવી બેભાન કરી તેના પર દુષ્કર્મ આચર્યાના ગંભીર આક્ષેપ કર્યા હતાં. બીજી તરફ જેની સામે આ આક્ષેપ કરવામાં આવ્યો હતો તે રીબડાના યુવાન અમિત ખુંટે પોતાની વાડીએ રાત્રીના ઝાડ પર ગળાફાંસો ખાઇ આપઘાતા કરી લીધો હતો. આ બનાવની જાણ તાલુકા પોલીસ મથકના સ્ટાફને થતા પીઆઇ સહિતનો કાફલો દોડી ગયો હતો. બનાવ સ્થળેથી મળેલી સુસાઇડ નોટ ના આધારે પોલીસે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ તેમજ દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર પીડીતા સહિત ચાર લોકો સામે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગોંડલ તાલુકા પોલીસ મથક માં નોંધાયેલી એફ.આઇ.આર. માં પુજાબેન જેન્તીભાઇ રાજગોર (રહે હાલ રાજકોટ )વાળી અને કાયદા ના સંધર્ષ માં આવેલ બાળ કિશોરી અટક કરી બન્ને ની ઉંડાણ પુર્વકની પુછપરછમા પુજા રાજગોરએ જણાવેલ કે એક વ્યક્તિ પોતાની પાસે આવી અને જણાવેલ કે,તમારે અમિત ખુંટ નામની વ્યક્તિ સાથે સોશ્યલ મીડીયા ના માધ્યમ થી પ્રેમ સંબધ કેળવી અને તેની સાથે શરીર સબંધ બાંધી બળાત્કાર ની ફરીયાદ કરવાની છે. બદલા માં તમારી લાઇફ બની જશે અને સારી જોબ મળી જશે આથી બન્ને ને પૈસા ની જરૂરીયાત હોય જેથી આ કામ કરવા માટે તૈયાર થયેલ અને ફરીયાદના સમયે મારા વકીલ સંજય પંડીત અને દિનેશ પાતરને તમામ વિગતની ખબર છે.જેથી તેઓ તમારી સાથે રહેશે અને તેઓ જે રીતે કહે તે રીતે તમારે પોલીસ ફરીયાદ લખાવવાની છે તેવુ પુર્વ આયોજીત કાવતરૂ રચેલ હોવાનુ તપાસ દરમ્યાન ખુલવા પામતા સંજયભાઇ હેમતભાઇ પંડીત (રહે રાજકોટ) તથાદિનેશભાઇ પાલાભાઇ પાતર (રહે ગોંડલ)વાળાની અટક કરવામા આવેલ છે.