New Delhi તા. 15
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફલાઇટને ગત મહિને નડેલી દુર્ઘટનામાં ભારતીય તપાસ એજન્સીએ એક તરફ પાયલોટની ભુલ અથવા તો ઇરાદા અંગે પ્રશ્ન ઉઠાવી રહી છે અને વિમાનના એન્જીનને ઇંધણ પુરૂ પાડતા ફયુલ સ્વીચ કઇ રીતે ‘કટઓફ’ મોડમાં આવી.
તે અંગે પ્રશ્ન ઉઠાવી રહી છે તે સમયે એક ઘટસ્ફોટ થયો છે કે આ દુર્ઘટનાના ચાર સપ્તાહ પહેલા જ બ્રિટનની સિવિલ એવીએશન ઓથોરીટીએ બોઇંગ ડ્રીમલાઇનર અને તે પ્રકારના બોઇંગ વિમાનની ફયુલ સ્વીચ કે ફયુલ શટઓફ વાલ્વની સામે પ્રશ્ન ઉઠાવીને તે અંગે ફેડરલ એવીએશન એડમીનીસ્ટ્રેશનને સાવધ કર્યા હતા.
આમ સમગ્ર દુર્ઘટના પાછળ બોઇંગ-787 ડ્રીમલાઇનરની ફયુલ સ્વીચમાં જ ક્ષતિ હોવાનું ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. તા.15 મે, 2025ના રોજ યુકે સિવિલ એવીએશન ઓથોરીટીએ 2015ના એરવર્ધીનેસ ડાયરેકટીવ એટલે કે વિમાનને ઉડતા રાખવા અંગેના જે આદેશાત્મક નિયમો છે તે ભણી ધ્યાન દોર્યુ હતું.
આ બાબત અમેરિકી ફેડરલ એવીએશન એડમીનીસ્ટ્રેશને ઉઠાવી હતી અને તે જ બોઇંગ-787 ડ્રીમલાઇનરને લાગુ પડે છે જેમાં ફયુલ સ્વીચ અથવા ફયુલ શટઓફ વાલ્વ એકયુરેટર કે જે રન અને કટઓફને નિશ્ચિત કરે છે. તેની ચકાસણી અને તેને બદલવાની ભલામણ કરી હતી.
આ ફયુલ સ્વીચમાં એવું દર્શાવ્યું હતું કે તેના વાલ્વ રીસ્ક પ્રુફ હોય એટલે કે કોઇપણ સમયે તેને કારણે અકસ્માત ન સર્જાય તે જોવું જરૂરી બની ગયું છે. ફયુલ કંટ્રોલ સ્વીચ એ વાલ્વને કમાન્ડ મોકલે છે જેના કારણે વિમાનના ઇંધણને ફયુલ શરૂ કરવાનું કે બંધ કરવાનું તે નિશ્ચિત થાય છે.
2015માં જ આ અંગે જે ચેતવણી અપાઇ હતી તેને જ અમદાવાદની દુર્ઘટનાના ચાર સપ્તાહ પહેલા બ્રિટન એવીએશન ઓથોરીટીએ ફરી એક વખત તેના પર ચિંતા કરવા જણાવાયું હતું. ફયુલ શટઓફ વાલ્વ જો એકયુરેટ એટલે કે તેનું કામ યોગ્ય ન કરે તો બંને પ્રકારે અકસ્માત સર્જાઇ શકે છે.
જો આ વાલ્વ એ યોગ્ય સમયે એન્જીનને ઇંધણ આપવા માટેનું કાર્ય ન કરે તો એન્જીન કામ કરતા બંધ થઇ જાય અને યોગ્ય સમયે જો તેના કમાન્ડ મુજબ ફયુલ કટઓફ ન કરે તો એન્જીનમાં આગ લાગવાની પણ શકયતા વધી જાય છે.
આમ અમદાવાદની વિમાની દુર્ઘટનામાં ફયુલ કટઓફ સ્વીચ જ વિલન હોવાનું ધીમે ધીમે સાબિત થતું જાય છે અને જે રીતે એર ઇન્ડિયાના બંને પાયલોટ વચ્ચેની વાતચીતમાં એ નિશ્ચિત થયું હતું કે બંનેમાંથી કોઇએ ફયુલ સ્વીચને કટઓફ મોડમાં મુકી નથી તેથી આ સ્વીચની ખામી હોવાનું માનવામાં આવે છે.