શર્ટમાંથી બહાર કાઢતી વેળાએ સાપે અંગુઠાના ભાગે કરડી જતાં માસૂમે દમ તોડયો
Rajkot,24
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રાતી દેવડી ગામે રહેતા આદિવાસી યુવક રાહુલભાઈ રાવલનો પુત્ર ધાર્મિક (ઉં.વ. 4) નું ગઈ કાલે પોતે પોતાના ઘરે હતો ત્યારે, સાપ કરડી જતા બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.સાપ બાળકના શર્ટમાં ઘૂસી જતા તેને બહાર કાઢતી વેળાએ દંશ માર્યો.બાળકનું રાજકોટ સારવાર લીધા પૂર્વે મોત નિપજ્યું છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રાતી દેવડી ગામે રહેતા આદિવાસી યુવક રાહુલભાઈ રાવલનો પુત્ર ધાર્મિક (ઉં.વ. 4) નું ગઈ કાલે પોતે પોતાના ઘરે હતો ત્યારે, સાપ કરડી જતા બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.પોલીસની પ્રાથમિક તપાસમાં બાળક ઘરે સુતું હતું ત્યારે અચાનક રૂમમાં સાપ ઘૂસી જતાં પરિવારને જાણ ન રહેતા સાપએ બાળકને અંગુઠાના ભાગે ડંશ મારી દેતા બાળકને પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો,જ્યાં ચાલુ સારવારમાં મોત નિપજતા આદિવાસી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.વધુમાં પ્રાપ્ત વિગત અનુસાર ધાર્મિક બે ભાઈમાં મોટો છે.બાળકના પિતા મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે.બનાવથી આદિવાસી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.