Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Moti Paneli પંચાયત હસ્તકની મિલકતની ભાડેથી જાહેર હરાજી કરવામાં આવી

    September 13, 2025

    Jamnagar: પીપર ગામમાં એક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો: આરોપી ફરાર

    September 13, 2025

    Jamnagar: એક વાડીની કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દેવાથી એક યુવાનનું વિજ આંચકો લાગતાં મૃત્યુ

    September 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Moti Paneli પંચાયત હસ્તકની મિલકતની ભાડેથી જાહેર હરાજી કરવામાં આવી
    • Jamnagar: પીપર ગામમાં એક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો: આરોપી ફરાર
    • Jamnagar: એક વાડીની કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દેવાથી એક યુવાનનું વિજ આંચકો લાગતાં મૃત્યુ
    • Upleta: ખાખીજાળીયા ગામની સીમમાંથી જુગારની કલમ પકડાઈ, 11ની ધરપકડ
    • Upleta: વડાળી ગામનો શખ્સ ચોરાઉ બાઈક સાથે ઝડપાયો
    • Rajkot: જિલ્લામાં પાંચ સ્થળોએ જુગારના દરોડા, પાંચ મહિલા સહિત 27 શકુની ઝડપાયા
    • Rajkot: લોક અદાલતમાં ૬૦ ટકા કેસનો સમાધાનથી નિકાલ
    • Rajkot: ગાયત્રી નગર મેઇન રોડ પર બાઈક સાથે અકસ્માત બાદ સારવારમાં દમ તોડ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»માનનીય CM ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
    ગુજરાત

    માનનીય CM ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ

    Vikram RavalBy Vikram RavalSeptember 12, 2025No Comments8 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.12

    13 સપ્ટેમ્બર 2025 ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ ચાર વર્ષ સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના રહ્યા છે. આ ચાર પિલર પર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતને જે ગ્રોથ એન્જિન બનાવ્યું છે, તેને આગળ ધપાવવા તેઓએ સતત, અવિરત, અથાગ પ્રયાસો કર્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ ચાર વર્ષોમાં વિકાસનાં લાભ રાજ્યના જન-જન સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ઉભરતા ક્ષેત્રોમાં અગ્રેસર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ગત ચાર વર્ષોમાં તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ સાધ્યો છે, દરેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે.

    કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધીની સફર

    15 જુલાઈ, 1962ના રોજ અમદાવાદમાં જન્મેલા શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. વર્ષ 1987માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ત્યારથી તેમની રાજકીય સફર શરૂ થઈ. 1995-96માં તેઓ મેમનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા. તેમણે 1999-2000 સુધી પહેલી ટર્મ અને 2004-2006 સુધીની બીજી ટર્મમાં મેમનગર પાલિકાના પ્રમુખ તરીકે ફરજ બજાવી. ત્યારબાદ વર્ષ 2008-2010 સુધી તેમણે AMC સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે અને તે પછી 2010-2015 દરમિયાન થલતેજ વૉર્ડના કાઉન્સિલર તરીકે ફરજ બજાવી. 2015-2017 દરમિયાન તેમણે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) ના ચેરમેન તરીકે સેવાઓ આપી અને વર્ષ 2017માં તેઓ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 13 સપ્ટેમ્બર, 2021ના રોજ શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં, અને રાજ્યની વિકાસયાત્રાની શાસનધુરા સંભાળી. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભારે મતોથી જીત્યા અને 12 ડિસેમ્બર, 2022ના રોજ તેમણે સતત બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

    મક્કમ વ્યક્તિત્વ, મક્કમ નિર્ણયો

    આ ચાર વર્ષો દરમિયાન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મક્કમ અને નિર્ણાયક નેતૃત્વનું મજબૂત ઉદાહરણ આપ્યું છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ અમદાવાદમાં ચંડોળા તળાવ ખાતે તમામ ગેરકાયદે દબાણો તોડી નાખવામાં આવ્યા અને 4 લાખ ચોરસ મીટર જેટલો તળાવનો વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો. આ ઉપરાંત, દ્વારકા અને સોમનાથ ખાતે પણ ગેરકાયદો દબાણો દૂર કરવામાં આવ્યા અને સોમનાથ ખાતે અંદાજે 4 લાખ 79 હજાર ચોરસ મીટરથી વધુ તેમજ દ્વારકા ખાતે અંદાજે 1 લાખ 54 હજાર ચોરસ મીટરથી વધુ જમીન ખુલ્લી કરવામાં આવી. માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ભ્રષ્ટાચાર આચરતા લગભગ 50 જેટલા સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, જે દર્શાવે છે કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. આ ઉપરાંત, જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો અમલી કરવામાં આવ્યો છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ સામાન્ય જનતાના હિતમાં રાજ્ય સરકારે વીજળીના દરમાં તાજેતરમાં 15 પૈસાનો ઘટાડો કર્યો છે, જે થકી રાજ્યની સામાન્ય જનતાને ₹400 કરોડનો ફાયદો થશે. આ સાથે જ ખેડૂતોના હિતમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ખેતીની જમીન વેચાણના કિસ્સામાં નોંધ મંજૂર તથા પ્રિમિયમની અને એન.એ.ની પરવાનગી કાર્યવાહીમાં વધુ સરળીકરણ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. આના પરિણામે ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ મળશે તેમજ, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જમીનની ખરીદી, વેચાણ તબદીલી માટે શરતફેરની વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે.

    સેવા અને સમર્પણના 4 વર્ષ

    • રાજ્યના 38 શહેરોમાં ઘરવિહોણા ગરીબો માટે પાયાની સુવિધાઓ ધરાવતા 116 આશ્રયસ્થાન સ્થાપિત, આશ્રયસ્થાનોમાં દરરોજ 10 હજાર લોકો આશરો મેળવે છે
    • દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને માથે છત મળી રહે તેવા મોદી સાહેબના વિઝનને આગળ વધારતા ચાર વર્ષમાં રાજ્યમાં 15 લાખથી વધુ આવાસોનું નિર્માણ
    • પ્રાથમિક શાળાના બાળકોને બપોરના ભોજન ઉપરાંત પોષણયુક્ત પૌષ્ટિક આહાર મળે તે સુનિશ્ચિત કરવા ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’નો પ્રારંભ
    • રાજ્યના 26 કરોડ લોકોને લાભાર્થીઓને મળી રહ્યો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ
    • નમો શ્રી યોજના હેઠળ 1 વર્ષમાં 4 લાખ માતાઓને મળી ₹222 કરોડની આર્થિક સહાય
    • શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યના 19 જિલ્લાઓમાં 293 ખાદ્ય વિતરણ કેન્દ્રો કાર્યરત, અત્યારસુધીમાં 2 કરોડ 68 લાખ લોકોને ભોજન વિતરણ
    • મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ વાર્ષિક સરેરાશ 4,86,632 સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ
    • આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરતા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ્ (PMJAY-MA) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી ₹5 લાખની સહાય વધારીને ₹10 લાખ
    • ગુજરાતમાં 92 કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ
    • પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ (PMNDP) અંતર્ગત ગુજરાતમાં કુલ 283 ડાયાલિસિસ કેન્દ્રો કાર્યરત
    • રાજ્યમાં કુલ 35 ડે કેર કીમોથેરાપી સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા. જેમાં 78 હજારથી વધુ દર્દીઓના 2,23,979 કીમોથેરાપી સેશન્સ થયા
    • “વર્લ્ડ ઓબેસિટી ડે”ના દિવસે “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાનનો પ્રારંભ
    • અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ (ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમેલિઝ ફોર ઓંગ્મેન્ટિંગ લાઈવલીહૂડ્સ) યોજના લોન્ચ
    • રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 4 વર્ષમાં કુલ 6547 ભરતીમેળાઓ થકી 5,06,741 લોકોને રોજગાર આપવામાં આવ્યો
    • ‘નમો લક્ષ્મી’ યોજના શરૂ થયેથી અત્યારસુધીમાં રાજ્યની 10 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને ₹1000 કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણી
    • ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ શરૂ થયેથી અત્યારસુધીમાં રાજ્યના 50 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹161 કરોડથી વધુની સહાયની ચૂકવણી
    • કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 16,899 ગામો (19.48 લાખ ગ્રાહકો સાથે) નિયમિત મેળવે છે દિવસે વીજળી
    • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ અભિયાન કાર્યક્રમ હેઠળ ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે
    • નારી સશક્તિકરણ માટે નારી ગૌરવ નીતિ-2024 જાહેર
    • આદિજાતિ સમુદાયોના વિકાસ માટે ₹1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના 0 અમલી કરવામાં આવી

    સુશાસનના 4 વર્ષ

    • કેન્દ્રના નીતિ આયોગની પેટર્ન પર ‘ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન’- GRITની રચના
    • ગુજરાતમાં વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે ગુજરાત વહીવટી સુધારણા આયોગની (GARC) રચના
    • રાજ્યના શહેરોને ભવિષ્યલક્ષી આયોજન સાથે ફ્યુચર રેડી બનાવવા માટે વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કરવામાં આવ્યું
    • રાજ્યમાં 9 નવી મહાનગરપાલિકાઓ જાહેર કરી, હવે ગુજરાતમાં કુલ 17 મહાનગરપાલિકાઓ
    • નગરપાલિકા કક્ષાએ સમિતિ દ્વારા તાંત્રિક અને વહિવટી મંજૂરી મળ્યા બાદ આર.સી.એમ. દ્વારા બે હપ્તામાં 100 ટકા ગ્રાન્ટની ફાળવણી કરાશે
    • ‘અ’ વર્ગની નગરપાલિકામાં હવે નગરપાલિકા કક્ષાની સમિતિ દ્વારા જ ₹70 લાખ સુધીના કામોની તાંત્રિક – વહીવટી મંજૂરી આપી શકાશે.
    • ‘બ’ વર્ગમાં ₹50 લાખ – ‘ક’ વર્ગમાં ₹40 લાખ અને ‘ડ’ વર્ગમાં ₹30 લાખ સુધીના કામોની તાંત્રિક-વહીવટી મંજૂરી આપી શકાશે
    • “અર્નિગ વેલ, લિવિંગ વેલ”ના મંત્ર સાથે ‘વિકસિત ગુજરાત @2047’નો રોડમેપ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
    • રાજ્યના શહેરો ગ્રોથ હબ બને તે દિશામાં 6 ગ્રોથ હબ બનાવવાનું આયોજન
    • રાજ્યમાં ઇઝ ઑફ લિવિંગને વેગ આપવા નવી દરેક ટી.પી. સ્કીમમાં 1 ટકા અર્બન ફોરેસ્ટ, 1 ટકા પાર્કિંગ અને 5 ટકા ઇ.ડબ્લ્યુ.એસ. માટે અનામત
    • રાજ્યના નાના નગરો સુનિયોજીત રીતે વિકસે તે માટે દરેક નગરપાલિકામાં એક ટીપી સ્કીમ વિકસાવાશે
    • શહેરી વિકાસ વર્ષમાં નાના નગરોના સુઆયોજિત વિકાસ માટે 100થી વધુ ટીપી સ્કીમ મંજૂર થશે
    • 1 લાખ સુધીની વસ્તી ધરાવતા 55 નગરો માટે GIS આધારિત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવશે
    • રાજ્યના વહીવટીતંત્રમાં AIના ઉપયોગ દ્વારા સુશાસનને પ્રોત્સાહન આપવા માટે AI ટાસ્ક ફોર્સની રચના
    • શાળાઓમાંથી સંભવિત ડ્રોપઆઉટ થનારા વિદ્યાર્થીઓની ઓળખ માટે શિક્ષણ વિભાગે અમલમાં મૂકી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS)
    • પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ તેમજ મહિલા અને બાળકો માટે સિંગલ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 જાહેર, મલ્ટીપલ હેલ્પલાઇન નંબરો થયા રિપ્લેસ
    • ગુજરાતમાં પીએમ સૂર્યઘર યોજના હેઠળ 04 લાખ સોલાર રૂફટોપ પેનલ્સ; રાજ્ય કુલ 10 લાખ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન સાથે દેશમાં અગ્રેસર
    • રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન, 22 જિલ્લાઓમાં 24 જિલ્લા રમત સંકુલ કાર્યરત
    • રાજ્યમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ, નેશનલ પોલીસ ગેમ્સ, નેશનલ ગેમ્સ 2022 જેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના રમતગમત કાર્યક્રમો યોજાયા
    • કોમનવેલ્થ 2029 અને ઓલિમ્પિક 2036 ના આયોજન માટે ગુજરાતની પસંદગી

    ઔદ્યોગિક વિકાસના 4 વર્ષ

    • ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઑફ એક્સલન્સનો પ્રારંભ
    • ગુજરાતમાં સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી કરવાની નેમ સાથે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક એન્ડ ઇનોવેશન હબનું ઉદ્ઘાટન
    • ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય, જ્યાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે:
      • સાણંદમાં માઇક્રોન કંપની દ્વારા સેમિકન્ડક્ટર પ્લાન્ટ નિર્માણાધીન
      • સાણંદમાં કેયન્સ સેમિકોનનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ નિર્માણાધીન
      • સી.જી.પાવર, રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન અને સ્ટાર્સ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સના સંયુક્ત ઉપક્રમે બની રહ્યો છે સેમિકન્ડક્ટર પ્લાન્ટ
      • ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રા.લિ. અને પાવરચીપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન સાથે મળીને સ્થાપિત કરશે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ
    • સાણંદમાં ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનો પ્રારંભ
    • ગુજરાતે છેલ્લા ચાર વર્ષોમાં 20,431 મિલિયન યુએસડીના મૂલ્યની FDI મેળવી
    • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું 10મું સંસ્કરણ સફળતાપૂર્વક સંપન્ન, 140થી વધુ દેશોમાંથી 61,000 થી વધુ પ્રતિનિધિઓ સામેલ
    • રાજ્યની સ્થાનિક ક્ષમતાઓને વૈશ્વિક તકો સાથે જોડવા અને જમીની સ્તરના વિકાસને વેગ આપવા રાજ્યના ચાર પ્રદેશોમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ (VGRC)નું આયોજન
    • રાજ્યમાં વર્ષ 2024માં પ્રથમ વખત ગિફટ સિટી ખાતે “ફિલ્મ ફેર એવોર્ડ”નું આયોજન
    • 70મો ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં આયોજિત કરવા માટે પ્રવાસન નિગમે વર્લ્ડ વાઇડ મીડિયા પ્રા.લિ. સાથે એમઓયુ સાઇન કર્યા
    • યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા કચ્છનું ધોરડો ગામ “બેસ્ટ ટુરિઝમ વિલેજ” જાહેર
    • યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબા “અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર” તરીકે જાહેર કરવામાં આવ્યો
    • UNESCOના Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સામેલ

    નીતિ નિર્ધારણના 4 વર્ષ

    • માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં સેક્ટર સ્પેસિફિક નીતિ નિર્ધારણથી રાજ્યના વિકાસને વેગ આપવાની શરૂઆત કરી હતી. તેને આગળ વધારતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સેક્ટર સ્પેસિફિક નીતિઓ ઘડીને રાજ્યમાં ફ્યૂચરિસ્ટિક ક્ષેત્રો માટે દ્વાર ખોલ્યાં છે.
    1. ગુજરાત આત્મનિર્ભર પોલિસી (2022)
    2. ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી 2022-27
    3. નવી ગુજરાત IT/ITes પોલિસી 2022-27
    4. ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી 2022-27
    5. ધ ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી (2022)
    6. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-27
    7. સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-27
    8. ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2023
    9. સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પોલિસી 0 (SSIP-2.0)
    10. ગુજરાત ખરીદ નીતિ 2024
    11. ગુજરાત ગ્રીન હાઈડ્રોજન પોલિસી 2024
    12. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024
    13. કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ 2024
    14. ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી (2025-30)
    15. ગુજરાત સ્પેસટેક પોલિસી 2025-30
    16. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી – 2025
    CM Bhupendra Patel Four years
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: પીપર ગામમાં એક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો: આરોપી ફરાર

    September 13, 2025
    જામનગર

    Jamnagar: એક વાડીની કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દેવાથી એક યુવાનનું વિજ આંચકો લાગતાં મૃત્યુ

    September 13, 2025
    રાજકોટ

    Rajkot: જિલ્લામાં પાંચ સ્થળોએ જુગારના દરોડા, પાંચ મહિલા સહિત 27 શકુની ઝડપાયા

    September 13, 2025
    રાજકોટ

    Rajkot: લોક અદાલતમાં ૬૦ ટકા કેસનો સમાધાનથી નિકાલ

    September 13, 2025
    રાજકોટ

    Rajkot: ગાયત્રી નગર મેઇન રોડ પર બાઈક સાથે અકસ્માત બાદ સારવારમાં દમ તોડ્યો

    September 13, 2025
    રાજકોટ

    Rajkot: પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરનાર નવોઢાનો આપઘાત

    September 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Moti Paneli પંચાયત હસ્તકની મિલકતની ભાડેથી જાહેર હરાજી કરવામાં આવી

    September 13, 2025

    Jamnagar: પીપર ગામમાં એક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો: આરોપી ફરાર

    September 13, 2025

    Jamnagar: એક વાડીની કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દેવાથી એક યુવાનનું વિજ આંચકો લાગતાં મૃત્યુ

    September 13, 2025

    Upleta: ખાખીજાળીયા ગામની સીમમાંથી જુગારની કલમ પકડાઈ, 11ની ધરપકડ

    September 13, 2025

    Upleta: વડાળી ગામનો શખ્સ ચોરાઉ બાઈક સાથે ઝડપાયો

    September 13, 2025

    Rajkot: જિલ્લામાં પાંચ સ્થળોએ જુગારના દરોડા, પાંચ મહિલા સહિત 27 શકુની ઝડપાયા

    September 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Moti Paneli પંચાયત હસ્તકની મિલકતની ભાડેથી જાહેર હરાજી કરવામાં આવી

    September 13, 2025

    Jamnagar: પીપર ગામમાં એક રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો: આરોપી ફરાર

    September 13, 2025

    Jamnagar: એક વાડીની કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દેવાથી એક યુવાનનું વિજ આંચકો લાગતાં મૃત્યુ

    September 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.