Surendaranagar, તા.3
મૂળી તાલુકાના સરલા સુજાનગઢ રોડ પર એક થાર કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કારમાં સવાર ચાર યુવકોને ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા
અકસ્માતમાં ઘાયલ થયેલા ચાર યુવકો પૈકી બે સુજાનગઢ ગામના રહેવાસી હતા, જ્યારે અન્ય બે યુવકો સુજાનગઢ ગામે મહેમાનગતી માટે આવ્યા હતા.પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત કારની વધુ પડતી ઝડપને કારણે થયો હોવાનું મનાય છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

