Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો
    • EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા
    • Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું
    • Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા
    • Israel મિસાઇલો વરસાવી, ઇરાનના પરમાણુ સ્થળ પર ભારે નુકસાન થયું
    • Nigeria માં બંદૂકધારીઓનો ત્રાસ, ૧૦૦ લોકોને બેડરૂમમાં બંધ કરીને જીવતા સળગાવી દીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Gaza પર કબજો કરવાના નેતન્યાહૂના પ્લાન પર ફ્રાંસ, બ્રિટન અને કેનેડાનો વિરોધ
    આંતરરાષ્ટ્રીય

    Gaza પર કબજો કરવાના નેતન્યાહૂના પ્લાન પર ફ્રાંસ, બ્રિટન અને કેનેડાનો વિરોધ

    Vikram RavalBy Vikram RavalMay 20, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Israel,તા.20

    ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેત્યાન્હૂએ ગાઝાને નિયંત્રણમાં લેવાના શપથ લીધા છે. પરંતુ બ્રિટન, ફ્રાન્સ અને કેનેડાએ નેતન્યાહૂની યોજના પર શંકા વ્યક્ત કરતા કહ્યું છે કે, ‘જ્યાં સુધી નેતન્યાહૂ સરકાર આ ઘૃણાસ્પદ કૃત્યો ચાલુ રાખશે ત્યાં સુધી અમે ચૂપ રહીશું નહીં. જો ઇઝરાયલ નવેસરથી લશ્કરી હુમલાઓ બંધ નહીં કરે, તો અમે જવાબમાં વધુ નક્કર પગલાં લઈશું.’

    બ્રિટન, ફ્રાન્સ અને કેનેડાએ ગાઝા સુધી અનાજ ન પહોંચવા દેવાના નિર્ણયની આકરી ટીકા કરી છે. આ દેશોએ કહ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે. વધુમાં, આ દેશોએ ઇઝરાયલી સરકારના કેટલાક મંત્રીઓ દ્વારા ગાઝાની નાગરિક વસ્તીને બળજબરીથી વિસ્થાપિત કરવાની ધમકી આપતા નિવેદનોની નિંદા કરી, તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું.

    બ્રિટન, ફ્રાન્સ અને કેનેડાના નિવેદનો પર પ્રતિક્રિયા આપતા, ઇઝરાયલે કહ્યું છે કે લંડન, ઓટાવા અને પેરિસના નેતાઓ 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર થયેલા નરસંહાર હુમલા માટે મોટું ઇનામ આપી રહ્યા છે.

    વડા પ્રધાન નેતન્યાહૂએ ટ્વિટ કર્યું કે, ‘ઇઝરાયલને પોતાના અસ્તિત્વ માટેના રક્ષણાત્મક યુદ્ધનો અંત લાવવા અને સરહદ પરના હમાસ આતંકવાદીઓનો નાશ થાય તે પહેલાં પેલેસ્ટિનિયન રાજ્યની માંગણી કરીને, લંડન, ઓટાવા અને પેરિસના નેતાઓ 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયલ પર થયેલા નરસંહાર હુમલા માટે મોટું ઈનામ આપી રહ્યા છે. આમ કરીને આ દેશો આવા વધુ અત્યાચારોને આમંત્રણ આપી રહ્યા છે.’

    નેતન્યાહૂએ કહ્યું કે, ‘યુદ્ધ 7 ઓક્ટોબરે શરૂ થયું જ્યારે પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ અમારી સરહદો પર હુમલો કર્યો, 1200 નિર્દોષ લોકોની હત્યા કરી અને 250 થી વધુ નિર્દોષ લોકોનું અપહરણ કરીને ગાઝાના જેલમાં લઈ ગયા.’

    નેતન્યાહૂએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના દૃષ્ટિકોણ સાથે સંમતિ દર્શાવી અને કહ્યું કે, ‘યુરોપિયન નેતાઓનો પણ આવો જ દૃષ્ટિકોણ હોવો જોઈએ. જો બાકીના બંધકોને મુક્ત કરવામાં આવે, હમાસ તેના શસ્ત્રો છોડી દે, તેના ખૂની નેતાઓને દેશનિકાલ કરવામાં આવે અને ગાઝાને લશ્કરી મુક્ત કરવામાં આવે તો યુદ્ધ કાલે સમાપ્ત થઈ શકે છે.’

    નેતન્યાહૂએ સ્પષ્ટપણે કહ્યું કે, ‘કોઈ પણ દેશ પાસેથી આનાથી ઓછું કંઈ સ્વીકારવાની અપેક્ષા રાખી શકાય નહીં અને ઇઝરાયલ ચોક્કસપણે એવું કરશે નહીં. આ બર્બરતા સામે સભ્યતાનું યુદ્ધ છે. જ્યાં સુધી સંપૂર્ણ વિજય ન મળે ત્યાં સુધી ઇઝરાયલ ન્યાયી રીતે પોતાનો બચાવ કરવાનું ચાલુ રાખશે.’

    ગાઝામાં પરિસ્થિતિ હાલ ખૂબ જ દયનીય છે. ગાઝા આરોગ્ય એજન્સીઓએ જણાવ્યું છે કે, ‘સોમવાર સવાર સુધીના 72 કલાકમાં ઇઝરાયલી બોમ્બમારાથી 300 થી વધુ લોકો માર્યા ગયા છે. દક્ષિણ શહેર ખાન યુનિસ પર હવાઈ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલો નેતન્યાહૂ દ્વારા દુષ્કાળના જોખમથી બચવા માટે મર્યાદિત માત્રામાં ખોરાક ઉપલબ્ધ કરાવવાની જાહેરાત બાદ થયો હતો.’

    હમાસની કસ્ટડીમાંથી 58 બંધકોને મુક્ત કરવા માટે ઇઝરાયલ સતત દબાણ કરી રહ્યું છે. તેમજ ગાઝામાં ખોરાક, પાણી, બળતણ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. નાકાબંધીને કારણે ગાઝામાં ભયંકર કટોકટી સર્જાઈ છે અને દુષ્કાળનું જોખમ વધી ગયું છે.

    ઇઝરાયલની આ યોજના પર મુખ્ય યુરોપિયન દેશોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. બ્રિટન, ફ્રાન્સ અને કેનેડાએ ઇઝરાયલના યુદ્ધ વિસ્તરણને ગેરવાજબી ગણાવ્યું છે. તેમણે ગાઝાની પરિસ્થિતિને અસહ્ય ગણાવી અને જો ઇઝરાયલ તેનું અભિયાન ચાલુ રાખશે તો કડક જવાબ આપવાની ધમકી આપતા કહ્યું છે કે, ‘જો નેતન્યાહૂ સરકાર આ ઘૃણાસ્પદ કૃત્યો ચાલુ રાખશે તો અમે ચૂપ રહીશું નહીં. જો ઇઝરાયલ તેના નવેસરથી લશ્કરી આક્રમણને બંધ નહીં કરે અને માનવતાવાદી સહાય પરના પ્રતિબંધો હટાવશે નહીં, તો અમે જવાબમાં વધુ નક્કર પગલાં લઈશું.’

    ગાઝા પર ટોટલ કંટ્રોલ મેળવવાની ઇઝરાયલની યોજનામાં લશ્કરી કબજો, હમાસનો નાશ કરવો, બંધકોને મુક્ત કરવા અને સમગ્ર પ્રદેશને ઇઝરાયલ માટે સુરક્ષિત બનાવવાનો સમાવેશ થાય છે. આ યોજના લશ્કરી કામગીરી, માનવીય સહાય પર નિયંત્રણ દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે.

    Benjamin-Netanyahu Canada Israel israelgaza UKfrance
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

    June 15, 2025
    મુખ્ય સમાચાર

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025
    રાષ્ટ્રીય

    Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા

    June 15, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel મિસાઇલો વરસાવી, ઇરાનના પરમાણુ સ્થળ પર ભારે નુકસાન થયું

    June 15, 2025
    આંતરરાષ્ટ્રીય

    Nigeria માં બંદૂકધારીઓનો ત્રાસ, ૧૦૦ લોકોને બેડરૂમમાં બંધ કરીને જીવતા સળગાવી દીધા

    June 15, 2025
    આંતરરાષ્ટ્રીય

    Pakistan નો રહસ્ય ફરી ખુલ્યો, રાફેલને તોડી પાડવાનો દાવો જુઠ્ઠો નીકળ્યો, દસોલ્ટે સત્ય કહ્યું

    June 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025

    EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

    June 15, 2025

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025

    Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા

    June 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.