Rajkot. તા.07
સૌરાષ્ટ્રભરની સીવીલ હોસ્પિટલમાં નોકરી અપાવવાનું કહી સાત લોકો સાથે જૂનાગઢના માંગરોળનો શખ્સે રૂ.10.95 લાખની ઠગાઈ આચરતા પ્ર. નગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. બનાવ અંગે જામનગર રોડ પર પરસાણા નગર શેરી નં-8 માં રહેતાં સત્યદેવ સુખદેવભાઈ ઘાવરી નામના 32 વર્ષીય યુવાને નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે આશિષ દાના રાઠોડ (રહે. માંગરોળ, જૂનાગઢ) નામના શખ્સનું નામ આપતાં પ્ર. નગર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેને માસ્ટર ઓફ કોમર્સ સુધી અભ્યાસ કરેલ છે. હાલમા જીલ્લા પંચાયતમા કોન્ટ્રાકટ પર કોમપ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. તેમના પિતા સુખદેવભાઈ ઘાવરી શાસ્ત્રી મેદાનની સામે આવેલ રાજકુમાર કોલેજમા સફાઈ કામ દાર તરીકે કામ કરતા હોય અને ત્યાં જ આશીષ રાઠોડનો દીકરો ભણતો હોવાથી ગઈ તા.12/10/2024 ના દશેરાના દિવસે પિતાના સંપર્કમા આવેલ હતા.
વાતોવાતમાં પિતાએ આ આશીષ રાઠોડને કહેલ કે, મારો દીકરો એમ કોમ સુધી ભણેલ છે, છતા તે પ્રાઇવેટ નોકરી કરે છે, જેથી આશીષએ કહેલ કે, હુ સીવીલ હોસ્પીટલ જુનાગઢમાં ડીનની પો સ્ટ પર છુ, મારી ઓળખાણ ઘણી બધી છે, નોકરી અપાવવાની સત્તા મારા હાથમા જ છે અને ઉપરી અધિકારીઓ મારૂ માન રાખે છે, હુ તમારા દીકરાને સરકારી નોકરી અપાવી દઈશ પણ રુપીયા આપવા પડશે તેવી વાત કરી હતી.
જેથી યુવાનના પિતાએ ભવિષ્યનો વિચાર કરેલ અને સરકારી નોકરી મળી જાય તો સારુ એટલે તેને ફોન કરીને પપ્પાએ કરેલ વાત તેમને કરતા તેણે કહેલ કે, તને ગમે તે સીવીલ હોસ્પીટલમા કલાર્ક તરીકે નોકરી અપાવી દઇશ તેમ કરીને વિશ્વાસ આપેલ અને ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ વિગેરે માંગેલ હતા, જે ડોક્યુમેન્ટ તેને વ્હોટસએપમા મોકલતા તે જોઇને ગુગલપે એકાઉન્ટમા 2જીસ્ટ્રેશનના રૂ.3250 ટ્રાન્સફર કરવાનુ કહેતા તા. 15/10/24 રૂ.3250 ટ્રાન્સફર કરેલ હતા.
બાદમા તા.16/10/24 ના તેનો ફોન આવેલ કે, આપણે ગાંધીનગર આવતીકાલે જવાનુ થશે, હુ જુનાગઢથી આવીશ તમે ગ્રીનલેન્ડ ચોકડીએ વહેલી સવારે પાંચ વાગ્યે ઉભો રહેજે તેમ વાત કરી હતી. બીજા દિવસે સવારના પાંચ વાગ્યે ગ્રીનલેન્ડ ચોકડીએ આશીષભાઈની રાહ જોતો હતો પણ તે આવેલ નહી, જેથી તેને ફોન કરેલ નો કહેલ કે, તું ગાંધીનગર પહોંચ અને આરોગ્ય સચિવાલયની સામે પાકીંગમાં ઉભો રહેજે, અગિયારેક વાગ્યે આશીષભાઇએ ફોન કરીને આરોગ્ય સચિવાલયની અંદર આવવાનુ કહેતા તે અંદર ગયેલ હતો. ત્યા અંદર કર્મચારીઓ કામ કરતા હતા અને ત્યારે એક માણસ પાસે આવેલ અને મને પોતે આશીષભાઈ રાઠોડ હોવાની ઓળખાણ આપેલ હતી.
તેને કહેલ કે, તારૂ આધાર કાર્ડ અને પાન કાર્ડ ઓરીજનલ આપ હુ સાહેબ પાસે જાઉ છુ, તુ અહીં બેસ તેમ કહી તે ગયેલ હતા. તે પરત આવી કહેલ કે, તારી કલાર્ક તરીકેની નોકરી નક્કી થઈ ગયેલ અને જો રાજકોટમા નોકરી કરવી હોય તો આશરે બે લાખ જેવું થશે. ત્યારબાદ તેના એકાઉન્ટ પર ગુગલ-પે કરવાનુ કહેતા તેના એકાઉન્ટમા ગુગલપે મા છૂટક છુટક રૂ.2 લાખ ટ્રાન્સફર કરેલ હતાં.
તેમજ બીજા કોઈ સગાને સરકારી નોકરીની જરુર હોય તો તેને પણ નોકરી કરાવી આપશે તેમ વાત કરેલ હતી. જેથી કુટુંબી ભાઈઓને સરકારી નોકરી બાબતે વાત કરતા તેઓએ હા પાડેલ હતી. જેથી મોટા બાપુનો દીકરા પરેશભાઇ સનાતનભાઈ ઘાવરીને રૂ.1.50 લાખમાં પડધરી સીવીલ હોસ્પીટલમાં પટાવાળાની નોકરી, કાકાના દીકરા કેવલભાઈ જીવનભાઈ ઘાવરીને 1 લાખમાં રાજકોટ સીવીલ હોસ્પીટલમા સફાઈ કામદારની નોકરી અને કાકાની દીકરા અજયભાઇ દીપકભાઈ ઘાવરીને રૂ.1.50 લાખમાં જુનાગઢ સીવીલ હોસ્પીટલમા પટાવાળાની નોકરી અપાવવાની વાત કરેલ હતી.
તેમજ અન્ય ત્રણ સગાને પણ અલગ અલગ સિવિલ હોસ્પિટલમાં નોકરીનું કહીં કુલ રૂ. 10.95 લાખ પડાવી લઈ સીવીલ હોસ્પીટલમા નોકરી ન આપવી છેતરપીંડી આચરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર. નગર પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

