Ahmedabad,તા.૬
અમદાવાદમાં એક શોરૂમમાં સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરતા શખ્સે ગ્રાહકોના બુકીંગના નાણાં શોરૂમમાં જમા ન કરાવીને રૂ.૮,૬૧,૦૦૦ ની છેતરપિંડી કરી હતી. આ અંગે નરોડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે રામોલ, વસ્ત્રાલમાં રહેતા શશાક એસ.પાઠકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ બનાવની વિગત મુજબ ખોખરા અને નરોડા પરમ વ્હિલ્સ એલ.એલ.પી.પટેલ સમાજ રોડ, નેશનલ હાઈવે -૮ નરોડા ખાતે મહિન્દ્રા કંપનીના શો-રૂમમાં ધ્રુવ યોગેશભાઈ કાનાણી સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે કામ કરતો હતો.દરમિયાન તા.૬.૧૨.૨૪થી આજ દિન સુધીમાં ગ્રાહક પાસેથી ગાડી બુકીંગના રૂ.૮,૬૧,૦૦૦ મેળવી લીધા હતા. આ રકમ તણે શોરૂમમાં જમા ન કરાવીને છેતરપિંડી કરી હતી.