Morbi,તા.19
મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ પરમ પૂજ્ય કનકેશ્વરીદેવીજી શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મોરબી અને રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા. ૨૪ ને રવિવારે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે
તા. ૨૪ ને રવિવારે સવારે ૯ : ૩૦ થી બપોરે ૧ કલાક સુધી શ્રી ખોખરા હનુમાન હરિહરધામ બેલા, ભરતનગર રોડ, મોરબી ખાતે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે જે કેમ્પમાં એમ ડી ફીઝીશીયન, બાળ રોગ નિષ્ણાંત, પેટના રોગના નિષ્ણાંત, કાન-નાક-ગળાના રોગના નિષ્ણાંત, ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ નિષ્ણાંત ડોકટરોની ટીમ સેવા આપશે જરૂરિયાતમંદ દર્દીઓને કાર્ડિયોગ્રામ, ડાયાબીટીસ ટેસ્ટ મફત કરી આપવામ આવશે જુના તમામ રીપોર્ટ તથા એક્સ રે સાથે લાવવાના રહેશે