Gondal,તા.11
ગોંડલ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ કપુરીયા ચોક ખાતે આવેલ જગદીશ મંડપ સર્વિસ ખાતે ગરીબ કલ્યાણ ના 11 વર્ષ પૂર્ણ થતાં વડીલ વય વંદના અંતર્ગત 70 વર્ષ થી વધુ વય ના લોકો માટે પ્રધાનમંત્રી આયુષસ્ય માન કાર્ડ નું ફ્રી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બહોળી સંખ્યા માં લોકો લાભ લીધો હતો આ તકે ગોંડલ શહેર ભાજપ પ્રમુખ સમીર કોટડીયા, બિપિન નિમાવત, ગોંડલ નગર પાલિકા ના ઉપ પ્રમુખ પરિતાબેન ગણાત્રા, ઓમદેવસિંહ જાડેજા, એલ.ડી. ઠુમર, સહિત ભાજપ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.