Surendranagar, તા.16
સુરેન્દ્રનગર સી.યુ. શાહ મેડિકલ કોલેજમાં દર્દીને એક સ્થળથી બીજા સ્થળે લઇ જવા મુશ્કેલી ન થાય તે માટે નવી 2 ઇલેક્ટ્રિક સંચાલિત બગ્ગી વસાવાઇ છે. જેથી દર્દીને એક સ્થળેથી બીજા સ્થળે નિશુલ્ક લાવવા લઇ જવામાં ઉપયોગી થશે.
આ ઉપરાંત દર્દીના સગા માટે રેન બસેરા તેમજ પેશન્ટ કેર કો-ઓર્ડિનેટર્સની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. સી. યુ. શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દર્દીઓને સુવિધા મળે તે માટે આયોજન કરાયું હતું. જેમાં દર્દી કેન્દ્રિત સેવાઓને વધુ સુલભ બનાવવા માટે તાજેતરમાં હોસ્પિટલ પરિસરમાં 2 નવી ઇલેક્ટ્રિક બગ્ગી શરૂ કરવામાં આવી છે.
1 સ્ટ્રેચર સાથે સુસજ્જ અને બીજી વ્હીલચેર અનુકૂળ. આ બગ્ગીઓથી દર્દીઓને હોસ્પિટલના વિવિધ વિભાગોમાં ઝડપી, સલામત અને સંપૂર્ણ નિઃશુલ્ક અવરજવર મળી રહેશે. આ ઉપરાંત દર્દીના સગા-સંબંધીઓ માટે રેનબસેરા સુવિધા ઉભી કરવામાં આવી છે, જ્યાં તેઓ શાંતિથી આરામ તેમજ રોકાણ કરી શકશે અને ભોજન લઈ શકશે.સાથે સાથે, હોસ્પિટલના મુખ્ય સ્થળોએ પેશન્ટ કેર કો-ઓર્ડિનેટર્સ (PCCs)ની નિમણૂંક કરવામાં આવી છે.
તેઓ દર્દી તથા તેમના પરિવારજનોને સતત માર્ગદર્શન આપે છે. ઉપરાંત જરૂરી માહિતી પોંહચાડી, મૂંઝવણ ઘટાડી ખાતરી કરે છે કે હોસ્પિટલમાં કોઈ દર્દી કે તેના સગા ક્યારેય એકલા કે અજાણ્યા ન અનુભવે.