Ahmedabad, તા.14
ગુજરાત હાઇકોર્ટની ન્યાયમૂર્તિ એ.એસ. સુપેહિયા અને ન્યાયમૂર્તિ આર.ટી. વચ્છાણીની ખંડપીઠ સમક્ષ શહેરના રસ્તાઓની પરિસ્થિતિ અંગે દ્વારા દાખલ કરાયેલા કેસે હકારાત્મક વળાંક લીધો છે.
અદાલત દર અઠવાડિયે કેસની દેખરેખ રાખી રહી છે. તાજેતરની સુનાવણીઓમાં, ખંડપીઠે રસ્તા સંભાળ, ટ્રાફિક પ્રવાહ અને મુસાફરોની સુરક્ષા સંબંધિત લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ ઉકેલવા માટે અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા કરાયેલા કાર્યની પ્રશંસા કરી છે.
અદાલતની દેખરેખ હેઠળ, એએમસીએ રોડ રિસર્ફેસિંગ, ખાડા મરામત અને ડ્રેનેજ સુધારાના કામને ઝડપ આપી છે, જ્યારે ટ્રાફિક પોલીસે ટ્રાફિક શિસ્ત અભિયાનોને મજબૂત કર્યા છે, કામ દરમિયાન ડાયવર્ઝન સુવ્યવસ્થિત કર્યા છે અને અકસ્માતના જોખમવાળા વિસ્તારોમાં સલામતીના ઉપાયો લાગુ કર્યા છે.
રાજ્ય અને એએમસી તરફથી હાજર થયેલા મુખ્ય સરકારી વકીલ જી.એચ. વીર્ક એ અદાલતને જાણકારી આપી કે ખાસ કરીને રોડ પર ફરજ બજાવતા અધિકારીઓના સંકલિત પ્રયાસો સકારાત્મક પરિણામ આપી રહ્યા છે. જોકે, તેમણે કહ્યુ કે એક રાજકીય પક્ષ દ્વારા ચલાવાયેલા “નકારાત્મક સોશિયલ મીડિયા અભિયાન” દ્વારા અસર પહોંચાડવામાં આવી રહી છે.
રાજ્ય સરકારે એ દલીલ કરી કે, આજે અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત અને સ્વચ્છ શહેરોમાંનું એક છે અને વૈશ્વિક કાર્યક્રમોનું કેન્દ્ર બનવા માટે પ્રતિબદ્ધ છે. પોતાના દલીલમાં, સરકારી વકીલે નામ લીધા વગર, આમ આદમી પાર્ટી અને કાર્યકર શુભમ ઠાકર દ્વારા તાજેતરના પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કર્યો,
જેમાં હાલમાં અમદાવાદમાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક) તરીકે સેવા આપતા આઇપીએસ સેફિન હસનને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેઓએ દલીલ કરી કે આવા vested interest groupsના અભિયાનો તે અધિકારીઓને નિરાશ કરી રહ્યા છે, જે પોતાના કાર્યને પરિણામ સુધી પહોંચાડવા માટે પ્રેરિત છે.
તેમણે વધુમાં દલીલ કરી કે, ફક્ત હસન પોતાનું કામ કરી રહ્યા હોવાથી એએપીએ તેમના વિરુદ્ધ વ્યાપક સોશિયલ મીડિયા ટ્રાયલ શરૂ કરી હતી. અદાલતે નિર્દેશ આપ્યો કે, પોલીસે નિયમો અમલમાં મૂકે ત્યારે તેમાં અવરોધ ઊભો કરનારાઓના નામ અદાલતને આપવામાં આવે જેથી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે. અદાલતે નોંધ્યું કે કાયદાનો અમલ કરતા અધિકારીઓના કામમાં કોઈ અવરોધ ન આવે.
અદાલતે ભારપૂર્વક જણાવ્યું કે, આ કાર્યવાહી નાગરિકોના જીવનું રક્ષણ કરવા અને જાહેર હિતમાં હાથ ધરવામાં આવી રહી છે અને અધિકારીઓ પોતાનું કામ કરી રહ્યા હોય ત્યારે કોઈપણ વ્યક્તિ અવરોધરૂપ ન બને.
‘આપ’ના આગેવાને શું કર્યુ હતું ?
ટ્રાફિક નિયમના પાલનમાં અવરોધ કરવા બદલ એક યુવક સામે DCPએ પોલીસ ફરિયાદ નોંધવા હુકમ કરતાં તેના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટ્રાયલ ચાલી હતી. તેમના વિરુદ્ધ નકારાત્મક વાતો કરવામાં આવી હતી. જેથી કોર્ટે કહ્યું હતું કે આવા લોકોનું નામ એફિડેવિટ પર આપો, તેમની સુઓમોટો કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરાશે અને ફોજદારી કાર્યવાહી કરાશે.
ત્યાર બાદ સરકારી વકીલે પોલિટિકલ એજન્ડાને પોલીસનું મોરલ તોડવાની વાત કહી હતી. કોર્ટને માહિતી આપી કે ટ્રાફિક DCP અને DCP શહેરમાં નિયમિત રાઉન્ડ લે છે.
તાજેતરમાં અમદાવાદ ટ્રાફિક-પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા મહિલાવિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં. એની પોલ AAP પોલ ખોલ ટીમ દ્વારા ખોલવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મામલે AAP એ એક પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી.
જેમાં AAP પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ જણાવ્યું હતું કે, IPS સફિન હસનના કહેવા પર ASI દ્વારા માત્ર 20 વર્ષના યુવાન(શુભમ ઠાકર) પર ખોટી રીતે કેસ નોંધાયો છે. TRB જવાનોને કાયદેસર રીતે ન ચાલતા અધિકારો અંગેનો વીડિયો બનાવનાર શુભમ ઠાકરને ચૂપ કરાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.
અમને શંકા છે કે મહિલાવિરોધી પોસ્ટરોના મુદ્દે સરકારે મુશ્કેલીમાં મુકાતાં પોલ ખોલ ટીમ સભ્યોને ડરાવવા અને દબાવવા માટે પોલીસતંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.