French તા.9
હજુ બે દિવસ પહેલા જાપાનના વડાપ્રધાને રાજીનામુ આપ્યું હતું. ત્યાં ગઇકાલે સોમવારે ફ્રાન્સના વડાપ્રધાન ફાંસ્વા બેરોએ રાજીનામુ આપ્યું છે. અહીં ભારે રાજકીય ઉથલપાથલ વચ્ચે પીએમ ફાંસ્વા બેરોની સરકાર સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવમાં ભરી ગઇ હતી.
74 વર્ષીય ફ્રાંસા બેરો, જે ફક્ત 9 મહિના વડાપ્રધાન પદ પર રહ્યા આજે મંગળવારે પોતાનું રાજીનામું સોંપશે. બેરોએ પોતાની સરકારની 44 અબજ યૂરો (51.5 અબજ ડોલર)ની બચત યોજનાને સમર્થન આપવા માટે અવિશ્વાસ પ્રસ્તાવનો ટેકો લેવામાં આવ્યો હતો, જેથી ફ્રાન્સની ખાધ, જે યુરોપીયન યુનિયનની 3% મર્યાદાથી બમણી થઈ ગઈ છે, તેને ઓછી કરી શકાય.
વર્તમાનમાં ફ્રાન્સનું દેવું જીડીપીના 114% છે. અહેવાલો અનુસાર, બેરોએ નાણાંકીય વર્ષ 2025-26ના બજેટમાં આ બચતને નાણાંકીય વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી ગણાવી હતી. પરંતુ, 2027ની રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી પર નજર રાખતા વિપક્ષી પક્ષોએ તેમને ટેકો આપવાનો ઇનકાર કર્યો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ સામે મતદાન કરતા પહેલા, ફ્રાંસ્વા બેરોએ સંસદને ચેતવણી આપી હતી કે, ‘તમે મારી સરકારને ઉથલાવી શકો છો, પરંતુ તમે વાસ્તવિકતાને ભૂંસી નથી શકતા. ખર્ચ વધતો રહેશે, અને પહેલાથી જ અસહ્ય દેવાનો બોજ વધુ ભારે અને મોંઘો બનશે.’ આ હોવા છતાં, સાંસદોએ તેમની યોજનાને ભારે બહુમતીથી નકારી કાઢી.
વિરોધ પક્ષો, ખાસ કરીને નેશનલ રેલી અને ડાબેરી ગઠબંધન, બેરોની બચત યોજનાને સામાજિક કલ્યાણ અને જાહેર સેવાઓ પર હુમલો ગણાવે છે. તેમણે દલીલ કરી હતી કે, તે મધ્યમ અને ઓછી આવક ધરાવતા જૂથોને નુકસાન પહોંચાડશે.
જ્યારે ધનિકોને ટેક્સ છૂટનો લાભ મળશે. આ મતભેદને 2027ની રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી પહેલાની રાજકીય વ્યૂહરચનાના ભાગ રૂપે જોવામાં આવે છે, કારણ કે વિપક્ષ તેની સ્થિતિ મજબૂત કરવા માંગે છે.
નવા વડાપ્રધાનની પસંદગી કરવી સરળ નહીં હોય, કારણ કે સંસદમાં કોઈપણ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી નથી. ફ્રેન્ચ જનતા પણ વધતા દેવા અને રાજકીય અસ્થિરતા અંગે ચિંતિત છે. બધાની નજર પ્રમુખ મેક્રોં આગામી વડાપ્રધાન તરીકે કોને નિયુક્ત કરશે તેના પર છે.