Jamnagar તા.25
શ્રાવણ માસ નિમિતે જામનગરના પાંચ મિત્રો દર્શન કરવા ઉજ્જૈન મહાકાલ મંદિર ગયા હતાં જ્યાં પરત ફરતી વેળાએ માર્ગમાં દાહોદ નજીક એક ટ્રક ચાલકે હડફેટમા લેતા અકસ્માત થયો હતો જેમાં એક યુવાનનું મૃત્યુ થયું હતું. જ્યારે એક યુવાન ઘાયલ થયો છે. આ બનાવથી સિંધી સમાજમાં શોકનો માહોલ છવાયોં છે.
જામનગરના પાંચ મિત્રો ઉજજૈન મહાકાલના દર્શને ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ શનિવારે વહેલી સવારે પાંચ વાગ્યે દાહોદ નજીકથી પસાર થતી હતી ત્યારે ટાયરમાં પંચર પડ્યું હતું. આ સમયે ત્રણ મિત્રો ઊંઘતા હતા.
અને મીત સુરેશભાઈ પહેલાજાણી (22) અને કમલેશ હાકાણી ગાડી માંથી દરવાજો ખોલી બહાર નીકળતા જ પૂરપાટ વેગે આવતા એક ટ્રક ચાલકે બંને યુવાનોને હડફેટમાં લેતા અકસ્માત થયો હતો. જેમાં મીતને ગંભીર ઇજા થતાં તેનું મૃત્યુ થયું હતું. જ્યારે કમલેશને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
આ બનાવવાની જામનગરમાં જાણ થતા જ મૃતકના પરિવારજનો અને સિંધી સમાજમાં ભારે શોખની લાગણી ફેલાઈ હતી. મૃતક મીત પહેલાજાણી (22) ના મૃતદેહને ગઈકાલ રવિવારે જામનગર લાવવામાં આવ્યો હતો. ઉપરાંત ઈજાગરાત કમલેશ હકાણી અને અન્ય ત્રણ મિત્રો પણ જામનગર પરત ફર્યા હતા.