વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દલ અને કરણી સેના દ્વારા આવેદન
Morbi,તા.28
સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા મહાપુરુષ મહારાણા સાંગા વિરુદ્ધ કરવામાં આવેલ ટીપ્પણીના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે જેમાં આજે મોરબી ખાતે હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો અને જીલ્લા કલેકટર મારફત રાષ્ટ્રપતિને આવેદન પાઠવ્યું હતું
વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દલ તેમજ શ્રી રાજપૂત કરણી સેના દ્વારા જીલ્લા કલેકટર મારફત દેશના રાષ્ટ્રપતિને સંબોધી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે સંસદ ભવનમાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા મહાપુરુષ મહારાણા સાંગા વિરુદ્ધ વિવાદિત ટીપ્પણી કરવામાં આવી છે જે ક્યારેય માફ કરી ના સકાય જે વિવાદિત નિવેદનનો બજરંગ દળ સહિતના સંગઠનો વિરોધ કરે છે જેથી સંગઠનોએ સાંસદ રામજીલાલ સુમન સાંસદ પદેથી રાજીનામું આપે અથવા તેમને પદ પરથી હટાવવામાં આવે તેમજ તેઓ વિવાદિત નિવેદન બદલ દેશના હિંદુઓની માફી માંગે તેવી માંગ કરી છે