Junagadh તા.27
કેશોદ રહેતા યુવાન અને તેમના પિતા સહિતના પરિવાર ફ્રુટની લારી ચલાવીને ગુજરાન ચલાવતા હોય જેમાં ગઈકાલે સાસણ રોડ પર ફોરવિલ્લના ચાલકે ફરીયાદીના પિતાની લારીને હડફેટે લઈ લેતા આધેડનું મોત નોંધાયું હતું.
ફરીયાદી ઉમેશભાઈ જેન્તીભાઈ સોલંકી (ઉ.36) રે. કેશોદ પ્રજાપતિ સોસાયટી વાળા તેમજ તેમના પિતા જેન્તીભાઈ સોલંકી તેમના બાપાના દિકરા મુકેશભાઈ અલગ અલગ ફ્રુટની લારીમાં રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે ફોરવિલ્લ નં. જીજે 03 બીવાય 7962ના ચાલકે ઉમેશભાઈના પિતા જેન્તીભાઈ સોલંકીની લારીને હડફેટે લઈ લેતા પેટના ભાગે ગંભીર ઈજા થતા જેન્તીભાઈનું મોત નોંધાતા મેંદરડા પીએસઆઈ પી.સી. સરવૈયાએ તપાસ હાથ ધરી છે.
વિસાવદર રહેતા અશ્વિનભાઈ હરીભાઈ દાફડાના પત્નિ વર્ષાબેન અશ્વિનભાઈ (ઉ.37)ને ચારેક વર્ષથી માનસીક બીમારી હોય જેની દવા લેવા છતા સારૂ ન થવાના કારણે ગત તા.25-10ના ઝેરી દવા પી લેતા મોત નોંધાયું હતું. વિસાવદર પોલીસે તપાસ હૈથ ધરી છે.
બીજા બનાવમાં જુનાગઢના ખડીયા ગામે રહેતા લીલીબેન ઉર્ફે અમીબેન ગીરીશભાઈ જોટાંગીયા (ઉ.46)એ બેસતા વર્ષના દિવસે કોઈ કારણોસર એસીડ પી લેતા જુનાગઢ આયુષ હોસ્પીટલમાં દાખલ કરેલ. જયાં ડો. ચિંતન ટીલાળાએ મૃત જાહેર કર્યા હતા. તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

