Morbi,તા.17
નદીના પટમાં આવેલ ચેકડેમો ભરવા સિંચાઈના પાણી માટે ડેમી 2 ડેમના ત્રણ દરવાજા આજે એક ફૂટ ખોલવામાં આવ્યા છે સવારે એક દરવાજો એક ફૂટ ખોલ્યા બાદ ત્રણ દરવાજા એક ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા છે
આજે સવારે ૮ : ૨૦ કલાકે ડેમી 2 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો હતો અને બાદમાં સવારે ૧૦ કલાકે ડેમના ત્રણ દરવાજા એક ફૂટે ખુલ્લા રાખવામાં આવ્યા છે ડેમના હેઠવાસમાં આવેલ ચેકડેમો ભરી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે ડેમના દરવાજા ખોલવામાં આવતા મોરબી અને ટંકારા તાલુકાના ગામોને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે