Bhavnagar,તા.19
શાળા સાગર નામના પ્લેટફોર્મ પર આખી શાળાનું પરિણામ બનાવીને એક એવો નવતર પ્રયોગ કર્યો જેમની અંદર સત્રાંત પરીક્ષાના માર્ક વિદ્યાર્થીઓ અથવા વાલીઓ વિધાર્થી નો નંબર નાખી અને પોતાનું પરિણામ જોઈ શકે છે. જેવી રીતે બોર્ડની પરીક્ષાની અંદર બાળકો પોતાના માર્ક અને માર્કશીટ જોઈ શકે છે એ જ પ્રમાણે ફુલસર પ્રાથમિક શાળાના તમામ બાળકો ધોરણ ત્રણ થી આઠ ના બાળકો પોતાનો નંબર નાખી અને માર્ક અને પોતાની માર્કશીટ જોઈ શકે છે. આ નવતર પ્રયોગ ખરેખર સરકારી શાળા દ્વારા વખાણવા લાયક છે. શાળા સાગર પ્લેટફોર્મ પર જઈ અને માત્ર પોતાનો નંબર દાખલ કરવાનો છે અને ત્યારબાદ પોતાની આખી માર્કશીટ ત્યાં દેખાશે. શાળા સાગર દ્વારા કરેલ આ કાર્ય પણ ખરેખર પ્રશંસનીય છે.