America, તા.24
એઆઈ હાલ તો માણસની રોજગારી છીનવી રહ્યું છે પણ એલન મસ્ક એઆઈ અને રોબોટિકસને લઈને દાવા કરી રહ્યા છે કે તે ગરીબીને ખતમ કરશે !
એઆઈ અને રોબોટિકસ ઝડપથી દુનિયા બદલી રહ્યા છે. એલન મસ્કના અનુસાર ભવિષ્ય એવું થશે જ્યાં ના તો નોકરીની જરૂર પડશે કે ના તો પૈસાની. મસ્કે જણાવ્યું હતું કે એઆઈ અને રોબોટિકસ સિસ્ટમ એટલી ક્ષમતા હાંસલ કરી લેશે કે ગરીબી હંમેશા માટે સમાપ્ત થઈ જશે.
તેમના માટે કામ કરવું એક વિકલ્પ માત્ર બની જશે. બિલકુલ કોઈ શોખ કે રમત રમવાની જેમ. આ ભવિષ્ય અનેક વિવાદ અને પડકારો લઈને આવશે પરંતુ મસ્ક તેને માનવ સભ્યતા માટે એક સકારાત્મક વળાંક તરીકે જુએ છે.
પૈસાની જગ્યા લઈ લેશે એઆઈ
એલન મસ્કે પેનલ ચર્ચામાં કહ્યું હતું કે, એઆઈ અને રોબોટિકસ એટલા એડવાન્સ થઈ જશે કે પસાનું મહત્વ ખતમ થઈ જશે. તેમણે કહ્યું હતું કે માણસોને માત્ર વીજળી અને સંશોધનોની જરૂર રહેશે. ટીમ માત્ર વિકલ્પ રહેશે, જરૂરિયાત નહીં. મસ્કના અનુસાર ભવિષ્યમાં કામ કરવું એક જરૂરિયાત નહીં, બલ્કે એક શોખ જેવું જ રહેશે.
તેમણે દાખલો આપતા કહ્યું હતું કે, કેટલાક લોકો મોજ માટે ઘરમાં શાકભાજી ઉગાડે છે એવી રીતે લોકો માત્ર શોખ માટે કામ કરશે. મસ્કે કામની તુલના રમત, ગાર્ડનીંગ અને વીડિયો ગેમ સાથે કરી. આ ફેરફાર સમાજની રચનામાં પાયાનું પરિવર્તન લાવશે અને લોકોની ભૂમિકાને પુરી રીતે બદલી નાખશે.
મસ્કે જણાવ્યું હતું કે, એઆઈ અને રોબોટિકસ ખાસ કરીને ટેસ્લાની ઓપ્ટીમસ રોબોટ જેવી સિસ્ટમ દુનિયામાંથી ગરીબી દૂર કરશે. રોબોટ જ્યારે બધા કામ સંભાળી લેશે ત્યારે સરકારે હાઈ યુનિવર્સિટી આવક આપવી પડશે કે જે સાધારણ બેઝિક ઈન્કમથી ઘણી ઉપર હશે.
મસ્કે રોમન પોડકાસ્ટમાં કહ્યું હતું કે ભવિષ્યમાં લોકો કોઈપણ પ્રોડકટ સરળતાથી મેળવી શકશે. જો કે આ મોટા પરિવર્તન દરમિયાન અનેક પ્રકારના સામાજિક પડકારો અને તનાવ પણ આવી શકે છે.

