Johannesburg, તા. 25
દક્ષિણ આફ્રિકાના શહેર જોનિસબર્ગમાં મળેલી જી-20 બેઠક ડિપ્લોમેટીક વિવાદ સાથે પૂરી થઇ છે આ આગામી વર્ષે યોજાનારી શીખર પરિષદમાં અમેરિકાને પ્રમુખ પદ સુપ્રત કરવાનું હતું પરંતુ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ આ બેઠકમાં અમેરિકામાં અત્યંત જુનીયર ડિપ્લોમેટને મોકલતા તેના વિરોધમાં પ્રેસીડેન્સી અમરેકાિને સોંપવાનો ઈન્કાર કરી દીધો હતો.
અગાઉ જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ આફ્રિકામાં ગોરા લોકો સામે અત્યાચાર થઇ રહ્યા છે તેવા આક્ષેપ સાથે જી-20નો બહિષ્કાર કર્યો હતો અને રશિયાના પ્રેસિડેન્ટ પુતિન અને ચીનના રાષ્ટ્રવડા શી જિનપીંગ પણ હાજર ન હતા.
જી-20ની શીખર પરિષદ અત્યંત મહત્વહીન થઇ ગઇ હોય અમેરિકામાં ફલોરીડામાં આ શીખર પરિષદ યોજવાની જાહેરાત પણ કરી દીધી હતી અને દક્ષિણ આફ્રિકાએ પ્રેસિડેન્સી ન સોંપતા હવે નવો વિવાદ સર્જાયો છે.

