જુગાર રમતા પાંચ પત્તા પ્રેમી ઝડપાયા, રૂ.૨૮.૯૦૦ની રોકડ કબ્જે
Upleta,તા.11
ઉપલેટા શહેરમાં મીરાનગર રોડ પર જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીને પોલીસે ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ.૨૮.૯૦૦ની રોકડ કબ્જે ખરી છે.ઉપલેટા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મીરાનગર રોડ પર અમુક શખ્સો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમી સ્થળે દરોડો પાડી, જુગટુ રમતા વિપુલ જેન્તીભાઇ સોલંકી, રમેશ કાળાભાઈ લુવા, જનક દેવશીભાઈ ભાદરકા, કરશન ખીમાભાઈ બારીયા અને ઈકબાલહુસેન મહંમદહુશેન બુખારી નામના શકુનીઓને પોલીસે ઝડપી લીધા છે. જુગારના પટમાંથી રૂ. ૨૮.૯૦૦ની રોકડ કબ્જે કરી છે.
આ દરોડાની કામગીરી ઉપલેટા પીઆઇ બી આર પટેલ, એ.એસ.આઇ ડી.પી કટોચ અને હેડ કોન્સ્ટેબલ કે કે રાઠોડ સહિતના સ્ટાફે બજાવી છે.