Morbi,તા.03
નારણકા ગામની સીમમાં વાડીની ઓરડીમાં પોલીસે રેડ કરી હતી જ્યાં જુગાર રમતા બેને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી હતી ચાર આરોપીઓ નાસી ગયા હતા જેથી વધુ તપાસ ચલાવી છે
મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે નારણકા ગામની સીમમાં ખેવારીયા જવાના રસ્તે આવેલ વાડીની ઓરડીમાં રેડ કરી હતી જ્યાં જુગાર રમતા આરોપી મહેશગર રેવાગર ગોસાઈ અને દિનેશ શાંતિલાલ વિલપરા એમ બે ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૩૦,૪૦૦ જપ્ત કરી છે અન્ય આરોપી દેવાયત આહીર, કરમશી ઉર્ફે કાળુભાઈ ઓડિયા, અરવિંદ ગઢિયા અને મુકેશ પટેલ એમ ચાર આરોપીઓ નાસી ગયા હતા જેથી મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે