રૂ.૧.૭૩ લાખના લાખના મુદ્દામાલ સાથે નવ પત્તા પ્રેમી ઝબ્બે
Rajkot,તા.04
શહેરના મવડી કણકોટ રોડ પર આવેલા સગુન પાર્ટી પ્લોટ પાસે આવેલા ફ્લોરા પ્રાઈમ ઈ ૨૦૨માં રહેતા મનીષ કાંતિભાઈ ટી લવાના ફ્લેટમાં પીસીબી ની ટીમે જુગારનો દરોડો પાડી, જુગાર રમતા નવ પત્તા પ્રેમીને ઝડપી લઇ જુગારના પટમાંથી રૂ.૧.૭૩ લાખની રોકડ કબ્જે કરી છે.
શ્રાવણ માસને શરૂઆત થતા જાણે જુગારની મોસમ ખીલી છે. ત્યારે શહેરમાં ઠેર ઠેર જુગારના પાટલા મંડાયા છે. પીસીબીના પીએસઆઇ પી બી ત્રાજિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, મવડી કણકોટ રોડ પર આવેલા સગુન પાર્ટી પ્લોટ સામે ફ્લોરા પ્રાઈમ ફ્લેટ નંબર ૨૦માં રહેતો અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતો મનીષ કાંતિભાઈ ટીલવા તેના ફ્લેટમાં જુગારનો અખાડો ચલાવી રહ્યો છે.
બાતમીના પગલે પીસીબી ની ટીમે જુગારનો દરોડો પાડી , જુગટુ રમતા મનીષ કાંતિલાલ ટીલવા મવડી કણકોટ ચોકડી પાસે આવેલા શ્યામલ ઉપવન બી -૦૨ , ફ્લેટ નંબર ૧૨૦૪માં રહેતા લલિત ચંદુલાલ કનેરીયા, રામધણ સામે આવેલા શ્રીજી પ્રાઇડ ફ્લેટ નંબર ૩૦૨ના ભૌતિક અમૃતભાઈ કણસાગરા, નાના મવા મેઇન રોડ પર આવેલા અલય પાર્ક બી ૨૩માં પ્રભુદાસ વ્રજલાલ મરવનિયા, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, કોસમોસ પ્રાઇડ સી – ૧૦૦૪માં રહેતા હિતેન્દ્ર મોહનભાઈ ઘેટીયા, વૃંદાવન સોસાયટી શેરી નંબર ૩માં મિલન ચીમનભાઈ લાલકીયા, અંબિકા ટાઉનશીપ, લેન્ડમાર્ક એ ૧૦૩મા રહેતા જમીન માધવજીભાઈ ઘેટીયા અને નાના મૌવા નજીક સિલ્વર ગોલ્ડ રેસીડેન્સી શેરી નંબર ૦૫ના વિશાલ અશોકભાઈ કનેરિયા નામના પત્તા પ્રેમીઓને ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ.૧.૭૩ લાખની રોકડ કબ્જે કરી છે. આ દરોડાની કામગીરી પીસીબી ઇન્ચાર્જ પીઆઈ એમ આર ગોંડલીયા, પી.આઈ એમ જે હુણ, પીએસઆઇ પી બી ત્રાજીયા, એ.એસ.આઇ સંતોષભાઈ મોરી, મયુરભાઈ પાલરીયા, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, હેડ કોસ્ટેબલ કિરણસિંહ ઝાલા, કુલદીપ સિંહ જાડેજા અને કોન્સ્ટેબલ વિજયભાઈ મેટા સહિતના સ્ટાફે કરી છે.
બીજો જુગારનો દરોડો બી ડિવિઝન પોલીસની ટીમે બાતમી ના આધારે મોરબી રોડ પર આવેલા સેટેલાઈટ ચોક, પાવન પાર્ક એપાર્ટમેન્ટ એ ૨૦૧માં રહેત્તો બીપીન વ્રજલાલ જોબનપુત્રના ફ્લેટમાં પાડી , જુગાર રમતો બીપીન જોબનપુત્રા, પિયુષ બીપીનભાઈ જોબનપુત્રા, કૈલાશ કરમશીભાઈ સંખાવડા, રાકેશ પ્રભુદાસભાઈ લાખાણી, કૌશિક છબીલભાઈ સોલંકી અને કલ્પેશ ગોવિંદભાઈ સોલંકી શખ્સોને ઝડપી લઇ, જુગાર ના પટમાંથી રૂ.૧૬. ૮૦૦ની રોકડા કબ્જે કરી છે.