કુવાડવા રોડ પર મોબાઇલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા નરેન્દ્ર ઉર્ફે નવીન ઝડપાયો
Rajkot,તા.07
શહેર પોલીસ દ્વારા બે સ્થળોએ જુગારના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ગાંધીગ્રામ વિસ્તારમાં મકાનમાંથી જુગારધામ ઝડપી પાડી ચાર શખ્સોની ધરપકડ કરી છે જ્યારે કુવાડવા રોડ પર આવેલા જય સીયારામ હોટલની નજીક કોમ્પ્લેક્સ પાસે જાહેરમાં મોબાઈલમાં આઈડી મારફતે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સની ધરપકડ કરી રૂપિયા 40,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.વધુ વિગત મુજબ શહેરમાં દારૂ અને જુગાર ની બદી ડામી દેવા પોલીસ કમિશનર બ્રિજેશ ચાહે આપેલી સૂચનાને પગલે એલસીબી ઝોન ટુના પીએસઆઇ આર એચ ઝાલા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે ગાંધીગ્રામ શેરી નંબર 9 બજરંગ ચોકમાં ખાતે આવેલા વર્તમાન મકાનમાં રહેતો કિરીટ ચુનીભાઇ ગાંધી ના મકાનમાં જુગાર રમતો હોવાની સ્ટાફને મળેલી બાતમીના આધારે એએસઆઇ જેવી ગોહિલ કોન્સ્ટેબલ રાજેશભાઈ મિયાત્રા રાહુલભાઈ ગોહિલ શક્તિસિંહ ગોહિલ અને કોન્સ્ટેબલ કુલદીપ સિંહ રાણા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા કિરીટ ચુનીભાઇ ગાંધી , વૈશાલીનગર માં રહેતા જયેશ નટવરલાલ માવાણી, કાંગસિયાળી ગામે રહેતા અતુલ બાબુ હદવાણી અને ગિરનાર સોસાયટીમાં રહેતા હરેશ નાનજી રામાણીની ધરપકડ કરી રોકડા 15 700 નો મુદ્દામાં કબજે કર્યો છે. જ્યારે કાલાવ રોડ પર આવેલા કેકેવી હોલ પાસે ન્યુ કોલેજ વાળી સોસાયટી મેઇન રોડ પંજાબ શોરૂમ પાછળ રહેતો નરેન્દ્ર ઉર્ફે નવીલ લવજી સવજીયાણી નામનો શખ્સ ગ્રીનલેન્ડ ચોકડી નજીક કુવાડવા રોડ પર આવેલા સીતારામ હોટલની બાજુના કોમ્પ્લેક્સ પાસે પોતાના મોબાઈલમાં ક્રિકેટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા નામની આઈડી પર હુમન ઇન્ટરનેશનલ ટી 20 મેચ પર નેધરલેન્ડ અને થાઈલેન્ડની ક્રિકેટ મેચ પર સોદા કરી સત્તાનો હાર જીત નો જુગાર રમી રહ્યાની મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ ના સ્ટાફે દરોડો પાડી નરેન્દ્ર ઉર્ફે નલિન સવજીયાણી નામના શખ્સની ધરપકડ કરી મોબાઈલ મળી રૂપિયા 25,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.