રોકડ ,મોબાઈલ અને બાઈક મળી રૂ.૫૬ હજારનો મુદ્દામાલ કબ્જે
Jetpur,તા.25
રાજકોટ જિલ્લામાં બે સ્થળે જુગારના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં જેતપુર નવાગઢ વિસ્તારમાં આવેલા મકાનમાં અને ધોરાજી તાલુકાના ભોલ ગામની પોલીસે દરોડા પાડી જુગાર રમતા ૧૦ શખ્સોને ઝડપી લઇ , જુગારમાં પટમાંથી રોકડ, ૧૧ મોબાઈલ અને બાઈક મળી રૂ. ૬૧ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગાર સહિતની બદી ડામવા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરે આપેલી સૂચનાના પગલે જેતપુર ઉદ્યોગ નગર પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નવાગઢમાં રહેતો રાઘવ વશરામભાઈ ઘેડિયાના મકાનમાં જુગારધામ ચલાવી રહ્યો છે. પોલીસે મકાનના દરોડો પાડી જુગટું રમતા રઘુભાઈ વશરામભાઈ ઘેડિયા ,અલ્તાફ ઉર્ફે બપુડી ગફરભાઈ શેખ ,સલીમ હબીબભાઈ લાખાણી ,રફીક જમાલભાઈ ખોરાણી ,લક્ષ્મીનારાયણ દલપતરામ કુમાવત અને દેવરાજ પોપટભાઈ ભુવા નામના શખ્સોને ઝડપી લઇ, જુગારના પટમાંથી રોકડ, ૧૧ મોબાઈલ અને બાઈક મળી રૂ.૫૬ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.જ્યારે બીજો જુગારનો દરોડો ધોરાજી તાલુકા પોલીસની ટીમે ભોલગામની સીમમાં પાડી જાહેરમાં જુગાર રમતા અશોક ચંદુભાઈ ભાયાણી ,સંદીપ અશોકભાઈ રંગાણી, જયદીપ બાવનજીભાઈ ઉર્ફે બાઘા ભાઈ મેવાડા અને કિશોર જીવાભાઈ બગડા નામના પ્રેમીઓને રૂ. પાંચ હજારની રોકડ સાથે ઝડપી લીધા છે.