જુગાર રમતા ૧૦ બાજીગરને , રૂ.૭૬ હજારની રોકડ સાથે પી સી બીની ટીમે ઝડપી લીધા
Rajkot,તા.15
રાજકોટ- ભાવનગર હાઈવે પર આવેલી ઠાકરધણી હોટેલની પાછળ આવેલી ગોપાલભાઈ સોમાભાઈ સોલંકીની વાડીમાં ચાલતા જુગાર ધામ પર પીસીબીની ટીમે જુગારનો દરોડો પાડી, જુગાર રમતા ૧૦ બાજીગરને ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ. ૭૬ હજારની રોકડ કબ્જે કરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પીસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, રાજકોટ- ભાવનગર હાઈવે પર આવેલી ઠાકરધણી હોટલની પાછળ સોમનાથ ફાર્મની સામે આવેલી ગોપાલભાઈ સોમાભાઈ સોલંકીની વાડીમાં જુગારનો અખાડો ચાલી રહ્યો છે. પીસીબી ની ટીમે વાડીમાં દરોડો પાડી, જુગટું રમતા ગોપાલ સોમાભાઈ સોલંકી, રણછોડ ઘોઘાભાઈ કિહલા, જગદીશ પ્રભુભાઈ વાઘેલા, હસમુખ હેમુભાઈ પરમાર, સંજય સોમાભાઈ ચાવડા, વિજય મોહનભાઈ સાપરા, તેજસ શૈલેષભાઈ બારૈયા, વિપુલ કાનાભાઈ ગોસ્વામી, સાગર હેમુભાઇ દેગામા અને અજય વિરજીભાઈ દેથરીયા નામના પતા પ્રેમીઓને ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ.૭૬ હજારની રોકડ કબ્જે કરી છે.આ દરોડાની કામગીરી પી.આઈ એમ જે હુણ, હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ, અને વિજયભાઈ મેતા સહિતના સ્ટાફે બજાવી છે.