રોકડ, કાર ,બાઈક અને મોબાઈલ મળી, રૂ.૩.૦૭ લાખનો મુદ્દામાલ કબ્જે
Jasdan,તા.22
જસદણ તાલુકાના ભાડલા ગામે આવેલી જયેશ ગાંદુભાઇ સાવલિયાની વાડીમાં ચાલતા જુગાર ધામ પર ભાડલા પોલીસની ટીમે દરોડો પાડી જુગાર રમતા સાત પતા પ્રેમીને ઝડપી લઇ, રોકડ ,કાર ,બાઈક અને મોબાઈલ મળી રૂ. ૩.૦૭ લાખનો મુદ્દા માલ કબ્જે કર્યો છે.
રાજકોટ જિલ્લામાં દારૂ જુગારની બડી નાબૂદ કરવા જિલ્લા અધિક્ષક વિજય સિંહ ગુર્જરે આપેલી સુચનાના પગલે ભાડલા પી.આઇ કે વી પરમારની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ભાડલા ગામે રહેતો જયેશ ગાંડુભાઈ સાવલિયા તેની વાડીમાં જુગારનો અખાડો ચલાવી રહ્યો છે.બાતમીના પગલે ભાડલા પોલીસની ટીમને વાડીમાં આવેલા મકાનમાં દરોડો પાડી જુગાર રમતો જયેશ સાવલિયા, સુરેશ બાબુભાઈ ડોબરીયા, વિપુલ છગનભાઈ સરિયા અરવિંદ રાજાભાઈ રાઠોડ, કાનજી રમેશભાઈ ડોબરીયા, શિવા કુરજીભાઈ ડોબરીયા અને જયંતી નાગજીભાઈ સાવલિયા નામના પતા પ્રેમીઓને ઝડપી લઇ, જુગારના પટમાંથી ૧.૩૨ લાખની રોકડ, કાર બાઈક અને સાત મોબાઈલ મળી રૂ. ૩.૦૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કામગીરી ભાડલા પી આઇ કે વી પરમાર, એ.એસ.આઇ અંકિતભાઈ ગામીત ,મહિપાલભાઈ જાંબુકિયા અને કોન્સ્ટેબલ હરેશભાઈ ચાવડા સહિતના સ્ટાફે બજાવી છે.