કારખાનેદાર સહિત પાંચ પત્તા પ્રેમી ઝડપાયા: રૂ.૪૫ હજારની રોકડ કબજે
Rajkot,તા.14
રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા રોડ પર આવેલી મેંગો માર્કેટ નજીક આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં કારખાનામાં ચાલતા જુગાર ધામ પર બી ડિવિઝન પોલીસે દરોડો પાડી, જુગાર રમતા કારખાનેદાર સહિત પાંચ પત્તા પ્રેમીને ઝડપી, જુગાર ના પટમાંથી રૂ. ૪૫ હજારની રોકડ કબ્જે કરી છે.બનાવની પ્રાપ્ત વિગત મુજબ, બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, કુવાડવા રોડ પર આવેલી મેંગો માર્કેટ નજીક રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં ” ગેલકૃપા” નામનું કારખાનું ધરાવતા રમેશ ઘનશ્યામભાઈ રામાણી નામનો કારખાનેદાર તેના કારખાનામાં જુગારધામ ચલાવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે કારખાનામાં જુગારનો દરોડો પાડી, જુગતું રમતા મોરબી રોડ પર આવેલા પેટ્રોલ પંપ ની પાછળ તુલસી પાર્ક શેરી નંબર ૧માં ” શ્રી વાસય” નામના મકાનમાં રહેતા રમેશભાઈ લક્ષ્મણભાઈ રામાણી, તુલસીશ્યામ પાર્કમાં રહેતા અને ઇમિટેશનનો ધંધો કરતા શ્રીનિવાસ ઉર્ફે શ્યામ શ્રીવિધારામ શર્મા, કુવાડવા રોડ પર અંબિકા પાર્ક માં રહેતા ધર્મેશ ચતુરભાઈ હિરાણી, તુલસી પાર્કમાં રહેતા જગદીશ કરસનભાઈ પાનસુરીયા અને પેડક રોડ પર આવેલી ગાંધી સ્મૃતિ સોસાયટીમાં રહેતા વિશાલ મગનભાઈ આડોસરીયા નામના પત્તા પ્રેમીઓને ઝડપી લઇ, રૂ.૪૫ હજારની રોકડ કબ્જે કરી છે.આ દરોડાની કામગીરી પીએસઆઇ એ બી ચૌધરી, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વિશ્વરાજસિંહ ઝાલા અને રાજદીપભાઈ પટગીર સહિતના સ્ટાફે બજાવી હતી.