બે વેપારી સહિત સાત શખ્સોની ધરપકડ, રૂ 44 850 નો મુદ્દામાલ કબજે
Rajkot,તા.05
શહેરના કોઠારીયા રોડ 80 ફુટ રોડ ભોજલરામ સોસાયટી મેઇન રોડ પર કૈલાશ સ્કૂલની બાજુમાં આવેલા મકાનમાં ધમધમતા જુગાર ધામ પર પીસીબી એ દરોડો પાડી સાત શખ્સોની ધરપકડ કરી 44850 નો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં દારૂ અને જુગારની બદી ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ આપેલી સૂચનાને પગલે પીસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમઆર ગોંડલીયા સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે કોઠારીયા મેઇન રોડ 80 ફૂટ રોડ ભોજલરામ સોસાયટી માં રહેતા દામજી કાબા પટેલના મકાનમાં જુગાર રમાતો હોવાની હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ ચૌહાણને મળેલી બાતમીના આધારે એએસઆઈ મહિપાલસિંહ ઝાલા સહિતના દરોડો પાડી જુગાર રમતા દામજી કાબા પટેલ , મારુતિ નગરમાં રહેતા અભિષેક ચમન નિમાવત ,મેઘાણી નગરમાં રહેતા કૌશિક ગોરધન ખૂટ ,પંચનાથ સોસાયટીમાં રહેતા અમિત હેમરાજ સોજીત્રા, નાડોદા નગરમાં રહેતા મહિપત પોપટભાઈ ડોડીયા, સૂર્યોદય સોસાયટીમાં રહેતા ભરત માવજીભાઈ પટેલ અને ભોજલરામ સોસાયટીમાં રહેતા ઘનશ્યામ વજુભાઈ જળુ સહિત સાત શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાંથી 44 850 નો મુદામાલ કબજે કર્યો છે