રોકડ, મોબાઈલ અને બાઈક મળી રૂ.૩૭ હજારનો મુદ્દામાલ કબજે: ચાર પત્તા પ્રેમી ધરપકડ
Jetpur,તા.06
જેતપુરમાં અભિષેક પાર્કમાં મકાનમાં ચાલતા જુગાર ધામપર પોલીસે ધરોડ પાડી , જુગાર રમતા ચાર શખ્સોને રોકડ, ચાર મોબાઇલ અને બાઈક મળી રૂ.૩૭
હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.બનાવની પ્રાપ્ત વિગત મુજબ જેતપુરમાં અભિષેક પાર્ક, રહેતો મુકેશ પંડિતભાઈ દવેરા નામનો શખ્સ તેના મકાનમાં જુગાર નો અખાડો ચલાવી રહ્યો હોવાની બાતમી જેતપુર સીટી પોલીસને મળી હતી. પોલીસે અભિષેક પાર્કમાં મકાનમાં જુગારનો દરોડો પાડી જુગાર રમતો
મુકેશ પંડિતભાઈ દેવરે, સંતોષ દયારામભાઈપાટીલ, ધીરજ કૈલાશભાઈ પાટીલ અને યુવરાજ દગડુભાઈ પાટીલ નામના પતા પ્રેમીઓને ઝડપી, જુગના પટમાંથી ૧૦.૮૯૦ ની રોકડ, ચાર મોબાઈલ અને બાઈક મળી રૂ. ૩૭.૮૯૦નો મુદ્દામાલ પી.આઈ એ ડી પરમારના માર્ગદર્શન હેઠળ એએસઆઈ ભાવેશભાઈ ચાવડા, કોન્સ્ટેબલ સાગરભાઇ ઝાપડિયા અને શક્તિસિંહ ઝાલા સહિતનાસ્ટાફે કબ્જે કર્યો છે.