Rajkot,તા.13
શહેરના 150 ફૂટ રીંગ રોડ નજીક જુના માર્કેટિંગ યાર્ડ પાસે સેફી રેડિયેટર વાળા બિલ્ડિંગમાં ઇમિટેશનના કારખાના ના રૂમમાં ક્રાઈમ બ્રાન્ચએ દરોળો પાડી કારખાનેદાર સહિત છ શખ્સોની ધરપકડ કરી રૂપિયા 1.04 લાખનો મુદ્દા માલ કબજે કરી ધોરણ સર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ વિગત મુજબ રાજકોટ શહેરમાં શ્રાવણીયા જુગારની મોસમ પુરબહાર ખીલી છે જે બદીને દામી દેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચના પી આઈ એમ આર ગોંડલીયા સહિત સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો ત્યારે શહેરના મોરબી રોડ ગણેશપાર્ક સોસાયટીમાં રહતો રોહિત વઘાસીયા ના 150 ફૂટ રીંગરોડ જીના માર્કેટિંગ યાર્ડ સેફી રેડિયેટર વાળા બિલ્ડિંગમાં પોતાના ઈમીટેશનના કારખાનાના રૂમમાં જુગાર રમાડતો હોવાની એએસઆઇ ચેતનસિંહ ગોહિલની મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ સી બી જાડેજા ,હેડ કોન્સ્ટેબલ દિપકભાઈ ડાંગર અને ઉમેશભાઈ ચાવલા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો છે.રોહીત મનસુખભાઈ વઘાસીયા (ગણેશપાર્ક સોસાયટી શેરી નં. 2 પુનમ હોલની પાછળ મોરબી રોડ રાજકોટ), જયદિપભ નટુભાઈ સગપરીયા (ઓમ તીરૂપતી બાલાજી પાર્ક સોસાયટી શેરી નં. 1 તપસી હોટલ પાસે 150 ફૂટ રીંગ રોડ ગોંડલ ચોકડી થી હુડકો ચોકડી વચ્ચે ), જયેશ નાથાભાઈ લુણાગરીયા( ગણેશપાર્ક સોસાયટી શેરી નં. 2 પુનમ હોલની પાછળ મોરબી રોડ) ,અતુલ ગોરધનભાઈ મેઘાણી(ભોજલરામ સોસાયટી શેરી નં, 8 શ્રી ગેલ આઇ મકાન મવડી ગામ) કલ્પેશ ભીમજીભાઈ મેંદપરા(ગણેશપાર્ક સોસાયટી શેરી નં. 2 પુનમ હોલની પાછળ મોરબી રોડ) અને સિધ્ધાર્થ તુલસીભાઈ લુણાગરીયા(રણછોડનગર શેરી નં. 24 26 ગૌવર્ધન મકાન પેડક રોડ )ની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા 1.04 લાખ છે કરવામાં આવ્યા છે.