Morbi,તા.17
ટંકારા પોલીસે જબલપુર ગામ નજીક આવેલ ઉમાંવાંશી પોલીમર્સ કારખાનાની ઓફિસમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ, મોબાઈલ અને કાર મળીને કુલ રૂ ૨.૮૮ લાખનો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે ટંકારાના જબલપુર ગામની સીમમાં આરોપી સંજય દુર્લભજીભાઈ ચારોલાના ઉમાવંશી પોલીમર્સ કારખાનાની ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે રેડ કરી હતી ઓફિસમાં જુગાર રમતા સંજય દુર્લભજીભાઈ ચારોલા, પ્રિન્સ પ્રવીણભાઈ લો અને શાંતિલાલ મગનલાલ લો એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૫૮,૦૦૦ મોબાઈલ નંગ ૦૫ કીમત રૂ ૩૦,૦૦૦ અને વેન્યુ કાર જીજે ૩૬ એજે ૪૧૦૯ કીમત રૂ ૨ લાખ મળીને કુલ રૂ ૨,૮૮,૦૦૦ નો મુદામાલ કબજે લઈને જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે