સાત મહિલા સહિત આઠ પત્તાપ્રેમી ઝડપાયા: રૂ.૧૨ હજાર કબ્જે
Jasdan,તા.17
જસદણ શહેરના ગજાનંદ એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર A મા ત્રીજા માળે લોબીમાં જુગાર રમતી સાત મહિલા સહિત આઠ પત્તાપ્રેમીને જસદણ પોલીસે ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ.૧૨ હજારની રોકડ કબ્જે કરી છે.જસદણ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, આટકોટ જસદણ બાઇપાસ પર આવેલા ગજાનંદ એપાર્ટમેન્ટ બ્લોક નંબર A , ત્રીજા માળે લોબીમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. જસદણ પોલીસની ટીમે એપાર્ટમેન્ટમાં જુગારનો દરોડો પાડી, જુગટું રમતી સરોજબેન કાંતિભાઈ નાદપરા ,હિમાલીબેન ભાવેશભાઈ સોલંકી ,શીતલબેન લક્ષ્મણભાઈ મકવાણા ,સોનલબેન હકાભાઇ ખારા ,ઉર્મિલાબેન પ્રવીણભાઈ ગોંડલીયા ,ચંદ્રાબેન પ્રતાપભાઈ ખાચર ,રેખાબેન ઘનશ્યામભાઈ સોલિયા અને ઘનશ્યામભાઈ ભીખાભાઈ સોનિયા નામના પત્તા પ્રેમીઓને જસદણ પોલીસે ઝડપી લઇ, જુગાર ના પટ માટે રૂ.૧૨ હજારની રોકડ કબ્જે કરી છે.