રૂ.૨૧ હજારની રોકડ સાથે, છ પતપ્રેમી ઝડપાયા
Upleta.તા.15
ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામે આવેલી રાજાભાઈ ઘોયાલની વાડીએ ભાયાવદર પોલીસે જુગારનો દરોડો પાડી, જુગાર રમતા છ પતા પ્રેમીને ઝડપી લઇ જુગારના પટ્ટમાથી રૂ.૨૧ હજારની રોકડ કબ્જે કરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાયાવદર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ખાખીજાળીયા ગામે આવેલી રાજાભાઈ ઘોયલની વાડીએ આવેલી ઓરડીની બહાર જાહેરમાં જૂગાર રમાઈ રહ્યો છે. ભાયાવદર પોલીસની ટીમે વાડીમાં જુગારનો દરોડો પાડી, જુગાર રમતા રાજાભાઈ નાથાભાઈ ઘોયલ, મહેશ ઉર્ફે મિલન રમેશભાઈ વરુ, અરજણ કારાભાઈ કાંબરીયા, અશોક બચુભાઈ મકવાણા, વ્રજલાલ ઓધડભાઈ કરનારા અને હરિભાઈ વેલજીભાઈ રાડીયા નામના શખ્સોને ઝડપી લઇ, જુગાર ના પટમાંથી રૂ. ૨૧ હજારની રોકડ કબ્જે કરી છે. આ દરોડાની કામગીરી ઇન્ચાર્જ પી આઇ એમ જી ચૌહાણ, એ.એસ.આઇ વિરમભાઈ વાણવી, રોહિતભાઈ વાઢેર, કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, મહેશભાઈ ગમારા, સત્યપાલસિંહ જાડેજા અને હિમાંશુભાઈ હુણ સહિતના સ્ટાફે કરી છે.