Morbi,તા.16
મોરબીના નાની વાવડી ગામે જાહેરમાં જુગાર રમતી મહિલાઓ સહીત છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રૂ ૨૭,૫૦૦ ની રોકડ જપ્ત કરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમે નાની વાવડી ગામે શ્રી બાલા હનુમાન સોસાયટી જીઇબી ઓફીસ પાછળ રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા પ્રવીણ પ્રેમજીભાઈ વશીયાણી, કાનજીભાઈ રૂગનાથભાઈ મોરડીયા, મીનાબેન કાનજીભાઈ ખટાણા, સમાબેન સફીભાઇ મોટલાણી, પુજાબેન લાભુભાઈ ઠાકોર અને કલ્પનાબેન અંબારામભાઈ ગોપાણી એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૨૭,૫૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે