Morbi,તા.31
મોરબીના રવાપર રોડ બોનીપાર્કમાં આવેલ એપાર્ટમેન્ટની છત પર મહિલાઓએ જુગાર અડ્ડો જમાવ્યો હતો પોલીસે બાતમીને આધારે આઠ મહિલાઓને ઝડપી લઈને રોકડ રૂ ૩૪,૩૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રવાપર રોડ બોની પાર્કમાં મારૂતિ એપાર્ટમેન્ટની છત પર રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા સંગીતાબેન રમેશભાઈ કાસુન્દ્ર, ભારતીબેન કૈલાશભાઈ ડાંગર, સોનલબેન સુરેશભાઈ ગોસાઈ, હિરલબેન વિશાલભાઈ બરાસરા, જયશ્રીબા યુવરાજસિંહ ઝાલા, મીનાબા ઘનશ્યામસિંહ વાઘેલા, સંગીતાબેન કરશનભાઈ ઠકરાર અને ક્રીમાંબેન પ્રભુભાઈ સોલંકી એમ આઠ મહિલાને ઝડપી લઈને રોકડ રૂ ૩૪,૩૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે