રૂ. ૧૬.૮૦૦ની રોકડ સાથે, સાત પત્તા પ્રેમી ઝડપાયા
Jasdan,
જસદણ તાલુકાના કમળાપુર ગામની સીમમાં પોલીસે જુગારનો દરોડો પાડી જુગાર રમતા સાત પત્તા પ્રેમીને ઝડપી, જુગારના પટમાંથી રૂ.૨૬.૮૦૦ ની રોકડ કબ્જે કરી છે .બનાવવાની પ્રાપ્ત વિગત મુજબ જસદણ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, કમળાપુર ગામની સીમમાં આવેલી કરણભાઈ ઉર્ફે બાપ ભાઈ દેશુરભાઈ રાઠોડની વાડી પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. પોલીસે જુગારનો દરોડો પાડી, જુગાર રમતા બચુ કરસનભાઈ રાઠોડ, મનુ માંડણભાઈ ઓ તરેજીયા , વિપુલ ભુરાભાઈ રામાણી, ધીરુ મોહનભાઈ બાવળીયા, વસંત સવજીભાઈ વાઘાણી, કાળુ આધાભાઈ બાંભણિયા અને કરણ ઉર્ફે બાબભાઈ કેસુભાઈ રાઠોડ નામના પત્તા પ્રેમીઓને ઝડપી, જુગારના પટમાંથી રૂ. ૨૬ ૮૦૦ની રોકડ કબ્જે કરી છે.