Morbi,તા.22
વાંકાનેર સીટી પોલીસ ટીમે અમરસર ગામની સીમમાં પવનચક્કી પાસે રેડ કરી હતી જેથી જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી પોલીસે સ્થળ પરથી બે ઇસમોને ઝડપી લઈને ૬૫ હજારથી વધુનો મુદામાલ કબજે લીધો છે રેડ દરમિયાન બે આરોપીઓ નાસી ગયા હતા
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અમરસર ગામની સીમમાં પવનચક્કી પાસે બાતમીને આધારે રેડ કરી હતી સ્થળ પરથી આરોપી ચેતન નાનજીભાઈ ગોહેલ અને અરજણ રવાભાઈ લામકા એમ બેને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ રૂ ૨૫,૪૬૦ અને એકટીવા કીમત રૂ ૪૦,૦૦૦ એમ કુલ રૂ ૬૫,૪૬૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી સુનીલ ઉર્ફે કટ્ટી કાળુભાઈ બાબરિયા અને અકીલ મતવા એમ બે ઈસમો નાસી જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે