Morbi,તા.04
મોરબી જીલ્લામાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો છે મોરબી શહેર અને જીલ્લામાં પાંચ સ્થળે પોલીસે રેડ કરી ૩૧ જુગારીને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
પ્રથમ રેડમાં બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા રણછોડનગર ૨ વિસ્તારમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા રવિભાઈ સવજીભાઈ ખાખરીયા અને અબ્દુલ ખાનભાઈ મોગલ રહે બંને વિસીપરા વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૭૦૦ જપ્ત કરી છે બીજી રેડમાં મોરબી બી ડીવીઝન પોલીસ ટીમે ત્રાજપર ખારીમાં રામજી મંદિર વાળી શેરીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા ચંદુભાઈ ગોવિંદભાઈ બારૈયા, દિનેશભાઈ નાથાભાઈ નગવાડીયા, વિનોદભાઈ બેચરભાઈ બારિયા, રમણીકભાઈ મોતીભાઈ મકવાણા અને સોમાભાઈ કાળાભાઈ બારીયા રહે બધા મોરબી ૨ વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૬,૬૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ત્રીજી રેડમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમે માટેલ ગામની સીમમાં બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા દિનેશભાઈ કાજુભાઈ જખાણીયા, વિનોદભાઈ જોરૂભાઈ સાડમીયા, રમેશ કરશનભાઈ સાડમીયા અને સંજયભાઈ લવિંગભાઈ મણદોરીયા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૫૯૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ચોથી રેડમાં હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગોલાસણ ગામની સીમમાં વાડીના શેઢે જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા ભાવેશ મનુભાઈ ખાંભડીયા, મેહુલ જેરામભાઈ રાતૈયા, મુકેશ પ્રભુભાઈ દઢેયા, બેચર રઘુભાઈ ચડાણીયા, જેરામ મેરાભાઈ ચરમારી, રાયધન ચંદુભાઈ ખાંભડીયા, સંજય ગેલાભાઈ ખાંભડીયા, દીપક કેશાભાઇ વરાણીયા, કુકાભાઈ જગાભાઇ પંચાસરા, રમેશ લખમણભાઈ વડેચા, રમેશ રણછોડભાઈ ચારોલા અને મહેશ ઉર્ફે મલો ખીમાભાઈ રાતૈયા એમ ૧૨ ને ઝડપી લઈને રોકડ રૂ ૧,૬૧,૨૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
પાંચમી રેડમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન આરોપી ચંદુભાઈ જગજીવનભાઈ પટેલ મહેન્દ્રનગર પ્રભુકૃપા એપાર્ટમેન્ટ ફ્લેટ નં ૧૦૪ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી ફ્લેટમાં જુગાર રમતા ચંદુભાઈ જગજીવનભાઈ પટેલ, જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ ભુપતભાઈ કણઝારીયા, અજીત બચુભાઈ બારોદરા, જયેશ ઈશ્વરભાઈ પટેલ, કિશોર રાજાભાઈ પટેલ, વિજય પ્રેમજીભાઈ વાઘેલા, લીલાધર બેચરભાઈ પટેલ અને પ્રહલાદભાઈ રવજીભાઈ પાટલે એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૨૯,૮૦૦ જપ્ત કરી છે