સાપર – વેરાવળ, ભાયાવદર જેતપુર અને કોલકીમાં જુગારની બાજી ઉંધી વાળતી પોલીસ
Rajkot,તા.13
રાજકોટ જિલ્લામાં 5 સ્થળોએ જુગારના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં કોટડા સાંગાણી તાલુકાના સાપર વેરાવળ વિસ્તારમાં ત્રણ સ્થળોએ, ભાયાવદર, ઉપલેટા અને જેતપુર શહેરમાં જુગાર રમતી 5 મહિલા સહિત 27 શખ્સની ધરપકડ કરી જુગારના પટમાંથી મોબાઈલ અને રોકડ મળી રૂપિયા 1.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગારની બધી ડામી દેવા નવનિયુક્ત એસપી વિજયસિંહ ગુર્જરે આપેલી સૂચનાને પગલે સ્થાનિક અને મહત્વની બ્રાન્ચ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં સાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર બી રાણા સહિત સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે મસ્તક ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં જાહેરમાં જુગાર રમતો હોવાની કોન્સ્ટેબલ વિમલભાઈ વેકરીયા ને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા અખરાજ હરદાસ વાલા દેવરાજ દેશુર ગઢવી આદલ જેસા ગઢવી અને લાલા હાથિયા ગઢવી ની ધરપકડ કરી જુગારના પટમાંથી 26 200 નો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે એસાઈડીસી રોડ ગણેશ નગર મફતીયાપરામાં જાહેરમાં જુગાર રમતા જયેશ હાજા મારુ વજુ પુંજા જાદવ હાજા દેવા મારું કિશોર મંગા પરમાર ગીરીશ ચંદુ ચાવડા જગદીશ હવા પરમાર ભુપત કરસન ડાભી કિશોર કરસન મેવાડા ચંદુ અર્જન ચાવડા અને રણજીત હાજા મારુ ની ધરપકડ કરી છ મોબાઈલ અને રોકડ મળી 61,000 નું મુદ્દામાલ કબજે કર્યો છે.
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે કોળી વાસ વિસ્તારમાં રહેતો મનોજ દેવજી કુડેચા નામનો શોખ જુગાર રમતો હોવાની ભાયાવદર પોલીસને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો વાડી મનોજ દેવજી કુડેચા ની ધરપકડ કરી છે. જેતપુર શહેરના જાગૃતિ નગર ગરબી ચોકમાં જાહેરમાં જુગાર રમતો હોવાની સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સાગરભાઇ મકવાણા ને મળેલી બાતમીના આધારે એ.એસ.આઇ.બી કે ચાવલા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા લખધીર ઉર્ફે લકી દાદ કાળીયા રઘુવીર ઉર્ફે રઘો બાલુભાઈ શેખવા સિધ્ધરાજસિંહ રતનસિંહ ચુડાસમા નિલેશ હમીર ગોરીયા અને રવિરાજ મંગળુભાઈ શેખવા ની ધરપકડ કરી જુગારના પટમાંથી 20800 નું મુદ્દામાલ કબજે કર્યો છે. ઉપલેટા તાલુકાના કોલકી ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની મળેલી બાતમીના આધારે કોન્સ્ટેબલ પ્રફુલભાઈ ભરડા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા લાલજી શંકર કોળી રાજ ભગવાન સરવૈયા લાલજી વિઠ્ઠલ કોળી મુક્તાબેન બળદેવ કોળી કાજલબેન વિક્રમ કોળી પૂજાબેન લાલજી કોળી નીરૂબેન રમેશભાઈ પટેલ વસંતબેન અંબારામ કોળી ની ધરપકડ કરી જુગારના પટમાંથી 10 400 નું મુદ્દામાલ કબજે કર્યો છે