સેટેલાઈટ ચોક રણછોડ નગર ખોડીયાર પરા લક્ષ્મીનગર અને ગાયત્રી નગરમાં જુગાર રમતી બે મહિલા, વેપારીઓ અને હોટલ સંચાલક સહિત ત્રણ ડઝન શખ્સો પકડાયા
Rajkot,તા.05
શહેરમાં પોલીસ દ્વારા પાંચ સ્થળોએ જુગારના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં કુવાડવા રોડ પર આવેલ રણછોડ નગર મોરબી રોડ પર આવે સેટેલાઈટ ચોક ધોળકિયા સ્કૂલ પાસે ખોડીયાર નગરમાં લક્ષ્મી નગરમાં ત્રિશુલ ચોકમાં અને ભક્તિનગર વિસ્તારમાં આવેલ ગાયત્રી નગરમાં પોલીસે દરોડા પાળી બે મહિલા સહિત 36 શકુની ધરપકડ કરી 1.0 એક લાખથી વધુની મતાનો મુદ્દામાલ કબજે કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.શ્રાવણ માસમાં ઠેર ઠેર જુગારના પાટલા મનડાયા હોવાની પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાને મળેલી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે મોરબી રોડ સેટેલાઈટ ચોક તરફ સંગીતા પાર્ક મેઇન રોડ માં ભાડાના મકાનમાં જુગાર રમાડતો હોવાની કોન્સ્ટેબલ રાજદીપ ભાઈ પટગીરને મળેલી બાતમીના આધારે પીએસઆઇ જીઆર સોલંકી સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો દરોડા દરમિયાન જુગાર રમતો દીપક કુશવાહ , ગુડુ લોચન કુછવાહ હેમંત કાશીરામ કુછવાહા પીકેશ સીતારામ કુછવાહ
અને રણજીત સંતોષ કુછવાહની ધરપકડ કરી જુગારના પટમાંથી 14 600 નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે મોરબી રોડ ધોળકિયા સ્કૂલની બાજુમાં ખોડીયાર પરા શેરી નંબર 1 ના ભાડાના મકાનમાં જુગાર રમતો ચંદુ વીરજી પીપળીયા રાજેશ ઉર્ફે લાલો મોહન સોલંકી જયેન્દ્ર ઉર્ફે જીતેશ અશોક બાવાજી ભરત પરેશ વેકરીયા કિશોર વલ્લભ રામાણી રમેશ કરમશી દુધાગરા વિલાસબેન ભાવેશભાઈ ભુવા અને શિલ્પાબેન ચંદુભાઈ પીપળીયા ની ધરપકડ કરી 14 800 નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે રણછોડ નગર શેરી નંબર 4માં જાહેરમાં જુગાર રમતા અરવિંદ ધીરુ કોળી ઇમરાન બસીર મેમણ મિલન પરી રાજેશ્વરી ગોસાઈ પ્રફુલ રવજી ડાંગર પાર્થ નિલેશ ગોસાઈ તોફિક બસીર મેમણ અને પ્રદીપ ઉર્ફે લાલો રાજેશ ગોસાઈ ની ધરપકડ કરી જુગારના પટમાંથી 12 400 નું મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ લક્ષ્મી નગર શેરી નંબર 4 માં આવેલ ત્રીસુલ ચોક પાસે મિલન અતુલ વાઘેલાના મકાનમાં જુગાર રમતો હોવાની કોન્સ્ટેબલ વાલજીભાઈ જાડા ને મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા મિલન અતુલ વાઘેલા દિગ્વિજયસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા મૌલિક દિગ્વિજય ચૌહાણ દીશાંત ભરતભાઈ સગપરીયા નિખિલ દિનેશ સોલંકી જયેશ ધીરુ સિંધવ અને ભગીરથ બને સિંહ ખેરડીયા સહિત આઠ શખ્સોની ધરપકડ કરી 26 600 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત ગાયત્રીનગર શેરી નંબર 2 માં રહેતા જય ચંદ્રકાંત સૂચકના મકાનોમાં જુગાર રમતો હોવાની ભક્તિનગર પોલીસ મથકના એ.એસ.આઇ હર્ષભાઈ માવદીયા ને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એમ એન વસાવા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો છે. બરોડા દરમિયાન જુગાર રમતો વેપારી જય સૂચક જયદીપ મહેશભાઈ મહેતા દિપક પોપટભાઈ ચૌહાણ દીપક દિનેશ સોંદરવા રમેશ લખમણ જારીયા મિલન નરશી કુંભાર જીગ્નેશ મુકુંદ ગોહેલ અને હર્ષિત કુમાર લોહાણા ની ધરપકડ કરી જુગારના પટમાંથી 32200 નો મુદ્દામાલ કબજે કર્યો છે