રૂ.૪૭ હજારની રોકડ સાથે ૨૨ પતા પ્રેમી ઝડપાયા
Jamnagar.તા.04
જામજોધપુરના ધ્રાફા ફાટક પાસે, વાવડીનેશ વિસ્તારમાં આવેલા મેલડીમાના મંદિર પાસે અને પાટણ ગામે જામજોધપુર પોલીસની ટીમે જુગારના ચાર દરોડા પાડી, જુગાર રમતા ૨૨ પતા પ્રેમીને રૂ.૪૭.૫૦૦ની રોકડ સાથે ઝડપી લીધા છે.
શ્રાવણ માસ જાણે જુગાર રમવાનો મહિનો હોય તેમ જામજોધપુરમાં આવેલા ધ્રાફા ફાટક જવાના રોડ ઉપર આવેલા સોનલ માતાના મંદિર નજીક આવેલા ઝુપડાની પાછળ જુગાર રમતા કિરણભાઈ પોપટભાઈ મકવાણા, હરેશ ગીરી જયંતિ ગીરી ગોસ્વામી ,રાણસીભાઈ ઘેલાભાઈ ધનાણી અને હિતભાઈ અમૃતભાઈ ખાંટ નામના શખ્સોને રૂ. ૧૨.૪૦૦ની રોકડ સાથે, તેમજ બીજો દરોડો પાટણ ગામે પાડી જાહેરમાં જુગાર રમતા દેવા નરસિંહભાઈ સરવૈયા ,ભગાભાઈ કારાભાઈ સરવૈયા ,મેરૂભાઈ ચનાભાઇ સોલંકી ,જીવાભાઇ રામદેવભાઈ ધામેચા ,ભીખાભાઈ કરણાભાઈ ગાંગડીયા અને લાલા રવજીભાઈ શિહોરા નામના શખ્સોને રૂપિયા ૧૨.૬૦૦ની રોકડ સાથે, વિજય જુગાર નો દરોડો વાવડીયા નેસ વિસ્તારમાં આવેલા મેલડીમાના મંદિર પાસે પાડી જુગાર રમતા , સુરેશ ભીખુભાઈ ડાભી ,વાસુ કાંતિભાઈ ભાલોડીયા ,રાજકુમાર ઉર્ફે રાજ મનસુખભાઈ ભાલોડીયા ,રમેશ અમીરભાઈ બારૈયા ,સુનિલ જસમતભાઈ કુડેચા અને સુનિલ જસમતભાઈ કુડેચા તેમ જ શૈલેષ મગનભાઈ ડાભી ,પ્રવીણ ચંદુભાઈ કુંવરિયા ,વાલા કાનાભાઈ બલોલિયા ,જગદીશ પ્રવીણભાઈ પાટડીયા અને ધર્મેન્દ્ર રાજાભાઈ પરમાર નામના શખ્સોને રૂ.૧૦.૧૦૦ની રોકડ સાથે જામજોધપુર પીઆઇ એ એસ રબારી, કોન્સ્ટેબલ અશોક ભાઈ ગાગીયા, સરમણભાઈ ગળતર સહિતના સ્થાપક ઝડપી લીધા છે.