બેડી ચોકડી પાસે જુગાર રમતા ત્રણ મહિલા સહીત પાંચ ,રૂખડીયાપરા પત્તા ટીચતા બે શખસોને અને ઓનલાઇન જુગાર રમતો એક ઝડપાયો
Rajkot,તા.19
બેડી ચોકડી પાસે ૫૦ વારીયા ઇન્દિરા ગાંધી આવાસ યોજના કવાર્ટર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચને ઝડપી લીધા હતાં.પોલીસે પટમાંથી રોકડ રૂ. ૫૩૭૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જુગારના આ દરોડાની જાણવા મતળી વિગતો મુજબ, બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે બેડી ચોકડી પાસે ૫૦ વારીયા ઇન્દિરા ગાંધી આવાસ યોજના કવાર્ટર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચને ઝડપી લીધા હતાં.જેમાં વિનોદ જેન્તીભાઇ ઉકેડીયા, સુરેશ બટુકભાઇ ટિડાણી, અનિલાબેન રમેશભાઇ ડાબસરા, મંજુબેન ધર્મેશભાઇ વાઘેલા અને ચંપાબેન કાનજીભાઇ સરવૈયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ. ૫૩૭૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જયારે અન્ય દરોડામાં પ્ર.નગર પોલીસે રૂખડીયાપરા વિસ્તારમાં હાજીપીરની દરગાહ પાસે જાહેરમાં જુગાર રમતા બે શખસો સાલમ જુમાભાઇ સીદી અને સલીમ બસીરભાઇ સૈયદને ઝડપી લઇ તેની પાસેથી રૂ. ૨,૨૦૦ રોકડ કબજે કરી હતી.
આજીડેમ પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલા નુરાનીપરામાં ૮૮૮આઇડોટ વન કોમ નામની ફોરચ્યુન જેમ્સ-૩ ગેમ્સમાંથી ઓનલાઇન જુગાર રમી રહેલા સોહિલ ઇબ્રાહીમભાઇ ખેબર(રહે.૨૨ રહે.નુરાનીપરા) ને ઝડપી લઇ તેની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.