નાગરપરા,ગોકુલ નગર અને શંકર ટેકરી નજીક જુગટુ રમતી 12મહિલા સહીત 22 ઝબ્બે
Jamnagar,તા.30
જામનગરમાં જુગારની સીઝન બે સુમાર જામી હોઈ ત્યારે જામનગર શહેરના શંકર ટેકરી,ગોકુલ નગર અને નાગરપર વિસ્તાર માંથી જુગાર રમતા 22જુગારીને રોકડ રૂ.39,440ના મુદ્દા માલ સાથે કબ્જે કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ દારૂ તથા જુગારની બદી ડામી દેવા કડક સૂચન કરેલ હોઈ તે સૂચનના પગલે જામનગર પોલીસ પેટ્રોલિંગમાં હોઈ દરમિયાન શંકર ટેકરી વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો કરી જુગટુ રમતા જેન્તી રામજીભાઈ મકવાણા, પ્રવીણ કિશોરભાઈ ઝાલા, સાહીલ રણજીતભાઇ વાઘેલા, રવિ બાબુભાઈ મકવાણા, સુનિલ અશોકભાઈ વાઘેલા, કલ્પેશ જગદીશભાઈ બાકરીયા અને નવીન રામજીભાઈ રાઠોડની ધરપકડ કરી જુગારના પટ માંથી રૂ. 12,250ના મુદ્દા માલ કબ્જે કર્યો હતો. જયારે નાગરપરા વિસ્તારમાં મહિલા સંચાલિત જુગાર ધામ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતી હિના રવિચંદ્ર કારિયા, રૂષિતા રાકેશ નંદા, પૂજા નિલેશ કટારમલ, અલ્પા રતિભાઈ હંજડા, જયશ્રી કિરણભાઈ બુદ્ધ, શરોજ દિનેશ હંજડા, નીતા હિતેષભાઇ દવે, આશા કિરણભાઈ કનખરા, મમતા હિરેનભાઈ જોઇસરની ધરપકડ કરી જુગારના પટ માંથી 11,490નો મુદ્દા માલ કબ્જે કર્યો હતો.જયારે ત્રીજા બનાવમાં ગોકુલનગર સોમનાથ સોસાયટી નજીક જુગાર ધામ પર દરોડો પાડી જુગાર રમતા રોહિત દિનેશભાઇ રીબડીયા, અનિલ દિનેશભાઇ મેથાણીયા, રવિ મોહનભાઇ ચાંગેચા, ભદ્રેશ ધર્મેશભાઈ સોનગરા, રામજી ઉર્ફે ભૂટાભાઈ આરીઠીયા,ધર્મિષઠા વિનોદભાઈ સોલંકી, કનુ ભૂપતભાઈ રાંદલપરા અને હસ્મિતા હરેશભાઇ અગેસણીયાની ધરપકડ કરી જુગારના પટ માંથી 15,700નો મુદ્દા માલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે