Morbi,તા.22
મોરબી શહેરમાં ત્રણ સ્થળે રેડ કરી પોલીસે જાહેરમાં વરલી અને તીનપત્તી જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે
પ્રથમ રેડમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઇન્દિરાનગર ખોડીયાર માના ચોકમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા નવઘણ ભગુભાઈ લાકડીયા, જીતેન્દ્ર પ્રેમજીભાઈ અગેચણીયા, માલદેવ દાદુભાઈ લાકડીયા અને રમેશ વેરશીભાઈ વિંજવાડિયા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૨૫૨૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે બીજી રેડમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભડિયાદ રોડ પર નજરબાગ રેલ્વે સ્ટેશન પાસેથી આરોપી ઈરફાન રફીક સમા (ઉ.વ.૨૬) રહે સો ઓરડી મોરબી 2 વાળાને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૧૨૦૦ જપ્ત કરી છે
ત્રીજી રેડમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે ત્રાજપર ખારીમાં રામજી મંદિર પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા સવજી ભીમા છેલાણીયા અને બેચર કાળું બારૈયા એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૧૪૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે