રૂ. ૫૩ હજારની રોકડ સાથે, ૬ મહિલા સહિત ૨૩ પત્તાપ્રેમી ઝડપાયા
Rajkot,તા.19
શહેરના ભવાની ચોક નજીક આવેલી અંકુર સોસાયટીમાં મકાનમાં, આજીડેમના કાંઠે આવેલા મહાકાળી મંદિરની બાજુમાં અને ઇગલ પેટ્રોલ પંપ નજીક આવેલા ખાટકીવાસમાં શહેર પોલીસે જુગારના દરોડા પાડી, જુગાર રમતી છ મહિલા સહિત ૨૩ પત્તા પ્રેમીને ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ. ૫૩ હજારની રોકડ કબ્જે કરી છે. પોલીસ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભક્તિનગર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકુર સોસાયટી શેરી નબર ૦૬માં રહેતા હશીનાબેન નિઝામ ભાઈ પદિયા તેના મકાનમાં જુગારધામ ચલાવી રહી છે. પોલીસે બાતમીના આધારે જુગારનો દરોડો પાડી, જુગટુ રમતી હશીનાબેન પડિયા, બાબરીયા સોસાયટીના દિવ્યાબેન વિજયભાઈ દવેડા, સોરઠીયા વાડી નજીક પલંગ ચોકમાં રહેતા કૈલાશબેન સુરેશભાઈ રોજાસરા, ગંજીવાડામાં રહેતા રંજનબેન ગોવિંદભાઈ વાઢેર, જંગલેશ્વર શેરી નંબર ૧૩માં રહેતા નીલોફરબેન અજીતભાઈ હિંગોરા, ગંજીવાડાની અનિલ ધીરુભાઈ દેગામા, ગાંધી સોસાયટીનો કૌશર સલીમભાઈ મેતર , ભગવતીપરાનો સોહીલ મજીદભાઈ સોરા અને અંકુર સોસાયટીમાં રહેતો અશરફ અલ્લારખાભાઈ મેતરને ભક્તિનગર પોલીસની ટીમે ઝડપી લઇ, જુગારના પટમાંથી રૂ.૩૫. ૭૦૦ની રોકડ કબ્જે કરી છે. જ્યારે બીજો જુગારનો દરડો આજીડેમ પોલીસની ટીમે આજી ડેમના કાંઠે આવેલા મહાકાળી મંદિરની બાજુમાં પાડી જાહેરમાં જુગાર રમતા, સંજય શાંતિલાલ જરિયા, ભરત કાનાભાઈ ઝરીયા, અજય ચુનીલા જરીયા, રણજીત જીવણલાલ ઝરીયા, વિશાલ મનસુખભાઈ જરીયા, અશોક નંદરામભાઈ જરીયા અને રવિ અશોકભાઈ જરીયા નામના પ્રતાપ પ્રેમીઓને રૂ. ૧૨.૭૦૦ની રોકડ સાથે આજીડેમ પોલીસની ટીમ ધરપકડ કરી છે ત્રીજો જુગારનો દરોડો પ્ર. નગર પોલીસની ટીમ ઇગલ પેટ્રોલ પંપ નજીક આવેલા ખાટકીવાસમાં પાડી , જાહેરમાં જુગાર રમતો સબીર ગફારભાઈ કટારીયા, સાગર મંગાભાઈ દલવાડીયા, અબુ હસનભાઈ ચૌહાણ, રફીક કાસમભાઇ દલવાડી, અબ્દુલ ગફારભાઈ કટારીયા અને નજીર અલ્લારખાભાઈ ઠાસરીયા નામના શખ્સોને ઝડપી લઇ, રૂ. ૪.૭૦૦ની રોકડ જપ્ત કરી છે.